રાપર વન વિભાગ વિસતરણ રેન્જ દ્વારા કચ્છ વન કવચ વન નુ નિર્માણ

 રાપર વન વિભાગ વિસતરણ રેન્જ દ્વારા કચ્છ વન કવચ વન નુ નિર્માણ

રાપર વાગડ વિસ્તારની બંજર ભુમિ ગણાતા રાપર તાલુકા મા હરિયાળી ક્રાંતિ માટે કચ્છ વન વિભાગ ના મુખ્ય વન સંરક્ષક વી જે. રાણા અને વિસતરણ રેન્જ ના ડીસીએફ હિતેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ રાપર ખાતે આવેલ રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર થી ચિત્રોડ જતા માર્ગ મા આવતા પૌરાણિક ધાર્મિક મહત્વ ધરાવતા ગંગા ઘાટ ત્રિકમ સાહેબ ના વિરડા ખાતે વન વિભાગ દ્વારા જુદા જુદા આયુર્વેદ મહત્વ ધરાવતા કચ્છ વન કવચ નામ નો એક ઓક્સિજન પાર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અંગે રાપર આરએફઓ મહિપતસિંહ ચાવડા અને કચ્છ વન કવચ પર સતત દેખરેખ રાખનાર વનપાલ એ. વી પટણી એ સંયુક્ત મુલાકાત મા જણાવ્યું હતું આ સ્થળ એકદમ રમણીય સ્થળ પર આવેલ છે અને કુદરતી વાતાવરણમાં આ સ્થળ છે 

આસપાસ ધાર્મિક સ્થળો છે અને આ કચ્છ વન કવચ પાર્ક બની જશે એટલે આ સ્થળ પર વાવેતર કરવામાં આવેલ વૃક્ષો દ્વારા ઓક્સિજન મળી રહે તેવું આ સ્થળ આવતા પાંચ વર્ષ દરમિયાન તૈયાર થઈ જશે વીસ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા બોર બનાવવા મા આવ્યો છે અને ટપક સિંચાઈ પધ્ધતિ મુજબ વૃક્ષો નો ઉછેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કચ્છ વન કવચ પાર્ક બની જતાં રાપર સહિતના આસપાસના લોકો આ સ્થળ પર કુદરતી ઓક્સિજન મેળવવા માટે આવશે અને કુદરતી વાતાવરણ નો અનુભવ કરશે આ પાર્ક ના નિર્માણ થી વાગડ વિસ્તારમાં એક અલાયદું સ્થાન બની રહેશે તેમ જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain