અદાણી મેડીકલ કોલેજમાં એમબીબીએસની છાત્રાએ માનસિક તણાવથી આપઘાત કર્યો

 અદાણી મેડીકલ કોલેજમાં એમબીબીએસની છાત્રાએ માનસિક તણાવથી આપઘાત કર્યો

ભુજમાં અદાણી મેડીકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની 21 વર્ષીય યુવતીએ માનસિક તણાવના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બુધવારે સવારે અદાણી મેડીકલ કોલેજની હોસ્ટેલમાં અમદાવાદના નરોડાની 21 વર્ષીય દેવાંગી પટેલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી.

તપાસનીશ અધિકારી પીએસઆઈ પી. પી. ગોહિલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે યુવતીના પરિવારજનો સહિત તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓનું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં તેના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી દેવાંગી માનસિક રીતે અપસેટ રહેતા અમદાવાદના તબીબ પાસેથી સારવાર લીધા બાદ દવા ચાલુ હતી. તેમજ હતભાગી યુવતી માનસિક તણાવમાં આવતા ત્રણ દિવસ અગાઉ ભુજના તબીબપાસેથી પણ દવા લીધી હતી. તપાસ દરમિયાન યુવતીએ માનસિક તણાવમાં આવી જઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain