ભુજની ભાગોળે બે યુવાનોના ભેદી સંજોગોમાં મોતથી ચકચાર

ભુજની ભાગોળે બે યુવાનોના ભેદી સંજોગોમાં મોતથી ચકચાર

શહેરની ભાગોળે આવેલા સેડાતા નજીક રવિવારની સમી સાંજે બે યુવાનોના મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે આ બંને યુવાનની હત્યા થઈ છે તેવું ચર્ચાઈ રહ્યું હતું જો કે તપાસ બાદ આત્મહત્યા હોવાનું જાણવા મળે છે. ભુજથી મુન્દ્રા તરફ જતા માર્ગ પર આવેલ સેનેટરી નજીક સેડાતા વિસ્તારમાં આવેલ બાવળોની જાળીમાંથી બે યુવાનોના મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ આ બાબતની જાણ માનકુવા પોલીસને કરી હતી માનકુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા. આ બનાવ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બન્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના સામત્રા ગામના ભીમજી રામજી મહેશ્વરી શુક્રવારે લાપતા બન્યો હતો જેનો મૃતદેહ આજે સેડાતા વિસ્તારમાંથી મળી આવ્યો છે, તેમજ ભુજનો રાઠોડ કલ્પેશ કાનજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થળ પરથી એક દવાની બોટલ મળી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain