રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઈંચ વરસાદ

રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઈંચ વરસાદ

રાપર ગત સાંજ થી શરૂ થયેલ ધીમી ધારે વરસાદ ના ઝાપટા વરસ્યા હતા અને રાત્રે ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારે વહેલી સવારથી બપોર ના બાર વાગ્યા સુધી મા અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો આજે મેઘ મહેર થઈ હતી જેમાં રાપર શહેર નિલપર નંદાસર રવ ડાવરી ત્રંબો સહિત રાપર તાલુકાના લગભગ ગામો મા વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ હતી વરસાદ વગર કોરો ધાકોડ રહેલ રાપર તાલુકા મા મોડે મોડે પણ મેઘરાજાએ મહેર કરી હતી

 જેમાં તાલુકા મથક રાપર મા સવારે જોરદાર વરસાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને જોતજોતામાં બે  થી અઢી ઈંચ વરસાદ થતાં શહેર માં પાણી વહી નિકળ્યા હતા શહેર મા વરસાદ ની મહેર થતાં લોકો મા આનંદની લાગણી પ્રસરી છે આમ વાગડ પંથકના રાપર તાલુકાના લગભગ ગામો એ વરસાદ થતાં આનંદ ફેલાયો છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain