રાપર સહિત વાગડ વિસ્તારમાં દોઢ થી બે ઈંચ વરસાદ

 રાપર સહિત વાગડ વિસ્તારમાં દોઢ થી બે ઈંચ વરસાદ

વાગડ વિસ્તારના રાપ ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ થી મેઘરાજાએ મહેર કરી રહ્યા છે ત્યારે આજે સાંજે છ વાગ્યા ના અરસામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ થયો હતો અને માત્ર અડધા પોણા કલાક મા બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું વાગડ ધા મુખ્ય મથકે વરસાદ ના ઝાપટા શરૂ રહ્યા હતા જોરદાર વરસાદ ના લીધે શહેર મા જોરદાર પાણી વહી નિકળ્યા હતા મુખ્ય બજાર શંકરવાડી માલીચોક સલારી નાકા ભુતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા ગેલીવાડી ખોડીયાર મંદિર રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહી નિકળ્યા હતા નિકળ્યા હતા વરસાદ ના લીધે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા રાપર શહેરમાં આ મોસમ નો મન મુકીને પ્રથમ વરસાદ જોરદાર થયો હતો અગાઉ એક દોઢ ઇંચ વરસાદ તથા વરસાદ ના ઝાપટા ના થયા હતા આજે લગભગ તમામ ગામોમાં એક થી બે ઈંચ વરસાદ ના સમાચાર મળી રહયા છે હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લા મા વરસાદ થતા લોકો મા આનંદ ફેલાયો છે વરસાદ ના લીધે નાના મોટા સૌ કોઈ વરસાદ મા પલળવા નો આનંદ લીધો હતો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain