ડીસાના ભોયણ ગામે તળાવમાંથી રેતી ચોરી થતા ગ્રામજનોએ અટકાવી; મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ડીસામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનનની ફરિયાદો ખૂબ જ ઉઠી રહી છે. જેને લઇ જિલ્લા ખાણ ખનીજ વિભાગે બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કમર કસી છે. ગઈકાલે ડીસાના આસેડા ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરીને જઇ રહેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે વહેલી સવારે ભોયણ ગામના જાગૃત લોકોએ તળાવમાંથી ગેરકાયદેસર રીતે થઈ રહેલી રેતીની ચોરી ઝડપી પાડી હતી. ખનીજ માફિયાઓ તળાવમાંથી હિટાચી મશીન વડે માટીની ચોરી કરી જતા ગ્રામજનોએ અટકાવી આ ઘટના અંગે તંત્રને જાણ કરી હતી.
બનાવને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર ડૉ. કિશનદાન ગઢવી અને પોલીસની ટીમ ભોયણ ગામે તળાવ પર પહોંચી હતી અને હિટાચી મશીન અને ટ્રક ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ગામના જાગૃત આગેવાનોએ જણાવ્યું હતું કે, ભોયણ ગામમાં તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતીની તસ્કરી થઈ રહી હતી.
Post a Comment