રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષક સદસ્યતા અભિયાનનો કચ્છ મધ્યે શુભારંભ
રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઔર શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન એટલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. આ સંગઠન માત્ર શિક્ષક અને શિક્ષણના પ્રશ્નોને જ વાચા આપતુ નથી, પરંતુ એની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણની મહત્વની ભૂમિકાનુ પણ વહન કરતુ એક રાષ્ટ્રવાદી સંગઠન છે. આ સંગઠન દર વર્ષે જુલાઈ માસમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષક સદસ્યતા અભિયાન ચલાવતુ હોય છે. આવા જ એક શિક્ષક સદસ્યતા અભિયાનની શરૂઆત કચ્છ મધ્યે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સચિવ શ્રી ભીખાભાઈ પટેલની પ્રેરક હાજરીમાં શુભારંભ કરવામાં આવેલ હતો. આ અભિયાનની શરૂઆત નિરોણા તેમજ ભુજપુર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાથી કરવામાં આવેલ હતી.
પેજેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ) ના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ પરેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ રૂપેશભાઈ સોલંકી અને સુનિલભાઈ મહેશ્વરી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ તેમજ કારોબારી સભ્ય ચેતનભાઇ લાખાણી તેમજ અન્ય પદાધિકારીઓ અને કારોબારી સભ્યો સમગ્ર કચ્છના શિક્ષક સંપર્ક તેમજ સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા.
Post a Comment