સુરત રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ એક્સપ્રેસના જનરલ કોચમાંથી બીનવારસી ગાંજો ભરેલી બેગ મળી આવી

 સુરત રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ એક્સપ્રેસના જનરલ કોચમાંથી બીનવારસી ગાંજો ભરેલી બેગ મળી આવી

પશ્ચિમ રેલવેમાં પુરી થી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માંથી ગત રાત્રે બરોડા રેન્જના એસઓજી તેમને સુરત રેલ્વે સ્ટેશન માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. જેનું વજન આશરે ૪૦ કિલોથી વ હોવાનું જાણવા મળ્યું છેપશ્ચિમ રેલવેમાં ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડીયન ને ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારથી રેલવેમાં અન્ય રાજ્યમાંથી થતી ડ્રગ્સ માદક પદાર્થ , ભારતીય બનાવટનો દારૂ કે અન્ય વસ્તુઓ હેરાફેરી અટકાવવામાં અટકાવવામાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.

તેમના નેતૃત્વ હેઠળ રેલવેના એસપી રાજેશ પરમાર પણ આવી બંધીઓને અન્ય રાજ્યોમાંથી ટ્રેન મારફતે કરવામાં આવતી હેરાફેરી અટકાવવામાં પોતાના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. જેના આધારે અવર નવર માદક પદાર્થનો જથ્થો બરોડા રેલવે એસઓજી પીઆઈ પારગી ની ટીમ ઝડપી પાડતી હોય છે, તેવામાં વધુ એક જથ્થો ગત રાત્રે પુરી થી જામનગર તરફ જતી સ્પેશિયલ વિકેન એક્સપ્રેસ 22974 પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં નંદુરબારથી ચડેલા એસોજીના સ્ટાફને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રાવેલિંગ બેગ તેમજ ત્રણ જેટલી સ્કૂલ બેગ ની અંદર માદક પદાર્થ એટલે ગાંજાનો 40 કિલો થી વધુ જથ્થો મળી આવ્યો હતો. પોલીસને આ જથ્થો ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં મળ્યો હતો. એસ ઓ જી પી આઈ પારગી એ ગાંજાનો જથ્થો ફોરેન્સિક રિપોર્ટ ના આધારે સુરત રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain