સુવઈ ખડીર સહિત ના વિસ્તારોમાં મેઘરાજાની મહેર
રાપર આજે દિવસ ભર વરસદી વાતાવરણ વચ્ચે વાગડ વિસ્તારમાં મેઘ મહેર થઈ છે રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સાંજ ના મેઘરાજા એ મન મૂકીને મહેર કરી હતી તો સુવઈ રામવાવ ખેંગારપર જેસડા રવ. દેશલપર બાલાસર લોંદ્રાણી શિરાંનીવાંઢ અમરાપર રતનપર જનાણ કલ્યાણપર ધોરાવીરા સહિત ના ગામો મા દોઢ થી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાનું રતનપર ના સરપંચ દશરથભાઈ આહિર એ જણાવ્યું તો સુવઈ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનુ એડવોકેટ હરિભાઈ રાઠોડે જણાવ્યું આજે ગાજવીજ સાથે થયેલ મેઘ મહેર થી વાગડ પંથકમાં આનંદ ની લાગણી પ્રસરી છે.
Post a Comment