રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના વિવિધ પ્રશ્ર્નો અને તાલુકા ના પાણીની રજૂઆત ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી

 રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના વિવિધ પ્રશ્ર્નો  અને તાલુકા ના પાણીની રજૂઆત ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી 

આજરોજ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે  ધારાસભ્ય વિરેન્દ્રસિં જાડેજા નો લોક સંપર્ક કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં તાલુકા અને શહેર નાં વિવિધ પ્રશ્નો અને વેપારી એસોસિયેસન નાં પ્રમુખ સહિત સર્વે વેપારીઓ ના પડતર પ્રશ્નો જેમાં એપીએમસી ખાતે પતરા ના સેડ નો નગરપાલિકા વેરો ભરવા માટે નોટિસ આપી છે તથા તાજેતરમાં થયેલ ચોરી જલ્દી પકડાઈ જાય તે માટે તથા એપીએમસી મા ચોકીદારોર તથા સીસીટીવી કેમેરા ની સંખ્યા વધારવા તથા દિવાલ ઉંચી બનાવી ફેન્સિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેર મા પીવાના ના પાણી ની રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાપર શહેર મા પાણી પુરવઠા બોર્ડ દ્વારા અપુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી નો પ્રશ્ર્ન વધ્યો છે તે મુદ્દે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી 

જે સાંભળી અને જલ્દી થી નિરાકરણ લાવવા સૂચના જે તે વિભાગ ના અધિકારીઓ ને  આપવામાં આવી હતી સાથે સરપંચો અને તાલુકા ના પ્રશ્નો સભળ્યા હતા કાર્યક્રમ મા તાલુકા પંચાયત પ્રમુખ  હમીરજી સોઢા  તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા,  શહેર ભાજપ પ્રમુખ  ઉમેશભાઈ સોની,   વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહ રાજુભા જાડેજા  ડોલરરાય ગોર, ઉપ પ્રમુખ  કાનજીભાઈ ગોહિલ,માજી નગર પાલિકાના  પ્રમુખ  હઠુભા સોઢા,સરપંચ સંગઠન પ્રમુખ  રામજીભાઇ સોલંકી, માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદિપસિંહ જાડેજા,  કેશુંભા વાઘેલા  પ્રદિપસિંહ સોઢા, કરસનભાઈ મંજેરી, કમલસિહ સોઢા,  સહિત સરપંચો, ઉપ સરપંચો ,કાર્યકરો રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા*

0/Post a Comment/Comments

Stay Conneted

Domain