પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ વિજેતા ડાયટ પ્રાચાર્યનું સન્માન

 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ વિજેતા ડાયટ પ્રાચાર્યનું સન્માન.

પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ મળવા બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા જિલ્લાના શિક્ષણ જગતનું ગૌરવ એવા સંજયભાઈ ઠાકર( પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ)નું શાલ,પુષ્પગુચ્છ અને ભારતમાતાની છબી વડે બહુમાન કરવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લાના શિક્ષકો અને સંગઠન વતિ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય વરિષ્ઠ ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા,કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી, ઉપાધ્યક્ષ રસિકભાઈ પરમાર, મહિલા સહ મંત્રી ડો.કૈલાશબેન કાંઠેચા,ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા,નવીનભાઈ ખાંખલા, ભરતભાઇ નાઈ સહિતના  કાર્યકર્તા જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain