લક્ષિત હત્યાના દોષીઓને પકડવા હિંદુ યુવા સંગઠનની કલેક્ટરને રજૂઆત

 લક્ષિત હત્યાના દોષીઓને પકડવા હિંદુ યુવા સંગઠનની કલેક્ટરને રજૂઆત

કચ્છ જેવા સીમાવર્તી જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ડામવા, હિંદુઓની હત્યાના આરોપીઓને પકડવા તથા ધાર્મિક સ્થળોમાં ચોરી તેમજ નુકસાન કરનારાને ઝડપવા ઉપરાંત જાહેરમાં માંસ વેચનારા સામે કાર્યવાહી કરવા હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સંગઠનના સભ્યોએ કરેલી રજૂઆતમાં છેલ્લા 30 મહિનામાં આઠ હિંદુ વ્યક્તિની વિધર્મીઓ દ્વારા કરાયેલી હત્યામાં આરોપીઓ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા, અંજારના રામ મંદિર સહિત સમગ્ર જિલ્લામાં વખતોવખત ચોરી અને મૂર્તિઓ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવતા અપરાધમાં સામેલ આરોપીઓને વહેલી તકે પકડવા ઉપરાંત ધાર્મિક સ્થળો આસપાસ જાહેરમાં માસ-મટનના વેચાણની પ્રવૃત્તિ બંધ કરાવવા સહિતના મુદ્દાને આવરી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્ય ગૃહમંત્રી તથા પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસવડા સહિત કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં સંગઠનના રઘુવીરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હાર્દિકભાઈ જોશી, રમેશભાઈ આહીર, દિગ્વિજયસિંહ જાડેજા અને વિરમભાઈ રબારી સહિત સભ્યો જોડાયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain