અરજદાર પુરુષ અને ચાર મહિલા વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી
ઇમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન) (દેહ વ્યાપાર (પ્રતિબંધ)) એક્ટની જોગવાઇઓની સ્પષ્ટતા કરતાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, ‘કૂટણખાણામાંથી પકડાયેલા ગ્રાહક સામે ઇમમોરલ ટ્રાફિકની ધારા 3, 4, 5 અને 6 હેઠળની કાર્યવાહી થઇ શકે નહીં. ’ પ્રસ્તુત કેસમાં અમદાવાદ હવેલી પોલીસ સ્ટેશનમાં આ કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજે અરજદારને ફોજદારી કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો ઇન્કાર કર્યો હતો. જે આદેશો રદ કરી અરજદારને ફોજદારી કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
Post a Comment