રાપર સહિત વાગડ વિસ્તારમાં તાજિયા મહોરમ ની ઉજવણી કરવામાં આવી
રાપર ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.
ઇસ્લામ ધર્મમાં ‘ જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે. તે રીતે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલૂસ ની ઉજવણી કરવામાં આવી હતી જે જુમા મસ્જિદ થઈ માંડવી ચોક સોની બજાર માળી ચોક ભુતિયાકોઠા થઈ મસ્જિદ પાસે તાજિયા જુલૂસ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી માળી ચોક ખાતે જીલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા રાપર તાલુકા ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ અનોપસિંહ વાધેલા હકુમતસિંહ સોઢા સહિત ના હિન્દુ મુસ્લિમ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજિયા જુલૂસ મા જોડાયેલા મુસ્લિમ સમાજ ના ભાઇઓ નુ તથા હિન્દુ સમાજ ના આગેવાનો નુ સન્માન કરવામાં આવ્યું હતું
અલજીબાપુ વાસ મધ્યે પણ તાજિયા જુલૂસ ની ઉજવણી કરવામાં આવી હતી ધમાલ સાથે ની ઉજવણી મા રાપર શહેર ના હિન્દુ મુસ્લિમ સમાજ ના ભાઈઓ અને બહેનો ઉમટયા હતા મુસ્લિમ સમાજ ના આગેવાનો સૈયદ અનવરશા બાપુ ઇસ્માઇલ ભાઈ પણકા હાજીભાઈ ખાસકેલી રસુલ ચૌહાણ મામદ નોડે લાલમામદ રાઉમા જાનખાન બલોચ કુતુબ શા શેખ જાનમામદ રાઉમા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તાજિયા જુલૂસ દરમિયાન પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયાર સહિત પોલીસ નો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રાપર નીલપર નંદાસર સલારી સુવઈ વણોઈ આડેસર વિજાપુર સહિત ના ગામો મા તાજિયા જુલૂસ ની ઉજવણી કરવામાં આવી હતી.
Post a Comment