કચ્છ જીલ્લા ના ભચાઉની મુખ્ય બજારમાં મોડી રાત્રે ફાયરિંગ થી મચી અફરા તરફી
વેપારી યુવાન સાથે બબાલ થયા બાદ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ : પોલીસ પહોચી ઘટનાસ્થળે.
કચ્છ વિસ્તારમાં ક્રાઈમ ની ધટનાઓ સામે આવી રહિ હોયુ છે ત્યારે કચ્છ જીલ્લામા આવેલ ભચાઉની મુખ્ય બજારમાં મોડી રાત્રિના રાજકીય અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.
શહેરના ઘંટીચોક વિસ્તારમાં બનેલી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આ બનાવ રાત્રિના ૧૦ થી ૧૧:૦૦ વાગ્યાના સમયગાળા મા જોવા મળી હતી ભુરાભાઈ પાઉભાજીની દુકાન પાસે બન્યો હતો. પાર્થિવ કાવતરા નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન આવેલા શખ્સોએ માથાકૂટ કરી હતી. બબાલે ઉગ્ર સ્વરૂપ કર્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સ ઉપરા ઉપરી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના બનાવથી ભચાઉની બજારમાં ભારે અફડા તફડી મચી ગઈ. મળતી વિગતો મુજબ ચારેક રાઉન્ડ હવામાં ગોળીબાર કરાયો હતો,
જ્યારે ગાડી ઉપર પણ ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ટ્રેક્ટરની એજન્સી ધરાવતા વેપારી યુવાન પાર્થિવ કાવતરાને કોઈ ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું બનાવની જાણ થતા ભચાઉની બજારમાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ લખાય છે ત્યારે રાત્રિના ૧ વાગ્યાના અરસા માં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે. ભોગ બનનાર યુવાનના કાકા ભરત કાવતરાએ હવામાં અને ગાડી ઉપર રાઉન્ડ ચાર થુ પાચ ફાયરિંગ કરાયું હોવાનું જણાવ્યુ હતું. આ સમગ્ર સીસીટીવીમાં કેદ હોવાનું તેમણે બનાવ જણાવ્યું હતું. હાલ સમગ્ર પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચી ગયા છે.
ફાયરિંગનો આરોપ સત્તાપક્ષના ટોચના રાજકીય પદાધિકારીના પુત્ર ઉપર યુવાનના પરિવારજનો દ્વારા કરાયો છે. બનાવને પગલે પોલીસવડા મહેન્દ્ર બગડીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ આ સમગ્ર ઘટનાંક્રમ પાછળ રાજકીય ના અંટસ ચર્ચાઓ વહેવા લાગી હતી. રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment