મહેસાણા દુધ સાગર ડેરીમા ખેરાલુ ના મંજુલાબેન અશોકભાઈ દેશાઇ એ મેળવ્યો પાંચ મોં નંબર

 મહેસાણા દુધ સાગર ડેરીમા ખેરાલુ ના મંજુલાબેન અશોકભાઈ દેશાઇ એ મેળવ્યો પાંચ મોં નંબર

ખેરાલુ ના ગોગા ફૉમ પરથી છોતેર લાખ થી વધુ રકમ મેળવી બે લાખ લીટર થી વધુ દુધ ડેરીમાં ભરાવી પાંચમો નંબર મેળવ્યો ખેરાલુ શહેરમાં થી લોકો પાંચ કિલોમીટર જાતે જઈને ગાય અને ભેંસ નું ઉત્તમ દુધ બજાર કરતા પાંચ રૂપિયા વધુ આપી રિટેલ ખરીદી કરી ધન્યતા અનુભવે છે 

ખેરાલુ ના ગોગા ફૉમ પર અશોકભાઈ જિવજીભાઇ દેશાઇ નો છે તબેલો અશોકભાઈ દેશાઇ ના જણાવ્યા મુજબ હાલ દેસી અને ગીરની ગાયો અને જાફરાબાદી મળી કુલ ૬૫ ગાયો છે દુધ આપતી છ શાનદાર ભેંસો પણ છે દુધ વાળી જેનું દુધ દસ ફૂટ થી વધુ વાળી જેનું દુધ તેમના ફૉમ પર આવી લોકો ૮૫રૂ લીટર લઈ જાય છે ગીરની ગાય નું દુધ પણ ૬૦ રુ લીટર ના ભાવે બજારમાંથી આવી ને ફૉમ પર થી લઈને લોકો ખુબ જ ખુસ થાય છે

મહેસાણા દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ખેરાલુમાં ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી ના હસ્તે તાજેતરમાં મંજુલાબેન અશોકભાઈ દેશાઇ ને જિલ્લામાં વધુ દુધ ભરાવનાર પશુપાલકો પૈકી પાંચમાં નંબરે આવતા સિલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા ખેરાલુ ગોગા ફામ ખાતે બળદેવભાઇ રબારી ભુવાજી ના માગૅદશૅન હેઠળ અશોકભાઈ દેશાઇ કરી રહ્યા છે પશુપાલન નો ધંધો અશોકભાઈ દેશાઇ ના ભાઇ સુભાષભાઈ દેશાઇ પણ ખેરાલુ નગરપાલિકામા હતા ચેરમેન પદે અને સભ્ય પદે કાર્યરત અને સ્ટાઇલ અને નિલકંઠ ટ્રેડસ માં કલર ના વેપારી

એક લાખ ના ખર્ચે ગાય દોહવા માટે લગાવ્યું છે મસીન પ્લાન્ટ  જેથી મસીનથી ગાયોને દોહી દુધ લેવાય છે જેમાં મહેસાણા સંઘ તરફથી મળી હતી સબસીડી ગીરની ગાયો અને ભેંસો ને ઉત્તમ લીલો તેમજ સુકો ખોરાક સહિત પશુ આહાર અને બાફેલો ખોરાક પણ નિયમિત અપાય છે ગોગા ફૉમ પર ગાયો અને ભેંસો ની માવજત સહિત પાણી થી નવડાવવા અને સારવાર માટે ચાર વ્યક્તિ ઓ ખડેપગે હાજરી આપી ફરજ બજાવે છે અશોકભાઈ દેશાઇ ના જણાવ્યા મુજબ ફૉમ પર ગાયો અને ભેંસો નુ ત્રણ હજારથી વધુ નું રિટેલ દુધ વેચાય ખેરાલુ ની મુખ્ય ડેરીમાં બંન્ને સમય દુધ ભરાવી જિલ્લા માં પાંચમો નંબરે આવતા ખેરાલુ શહેર નું ગૌરવ વધ્યું મંજુલાબેન અશોકભાઈ દેશાઇ એ પણ મીડીયા સમક્ષ દુધના વ્યવસાય ને ઉત્તમ ગણાવી લોકો ને ધંધો કરવા કહ્યું

અશોકભાઈ દેશાઇ એ સમગ્ર ફૉમ સંચાલન સહિત પશુપાલન સહિત મહેસાણા દુધ સાગર ડેરીના ભાવ વધારા ને લોકો ને મોટી ભેટ ગણાવી દુધ લેવા આવનાર લોકો એ પણ ગીરની ગાય નું દુધ મીઠું અને ઔષધિ રૂપ ગણાવી ને ધન્યતા અનુભવી વાત મીડિયા સમક્ષ રજૂ કરી હતી - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain