રાપર મા વિધાર્થીનીઓ ને સ્વ રક્ષણ માટે કરાટે તાલીમ શિબિર નુ આયોજન

 રાપર મા વિધાર્થીનીઓ ને સ્વ રક્ષણ માટે કરાટે તાલીમ શિબિર નુ આયોજન

રાપર આજના સમયમાં એકલી યુવતી કે મહિલા તથા વિધાર્થીનીઓ ને નિકળવું મુશ્કેલ છે ત્યારે આજે યુવતીઓ વિધાર્થીનીઓ અને મહિલાઓ પોતાની જાતને કઈ રીતે સુરક્ષિત રાખવી અને સામે વારી વ્યક્તિ નો સામનો કેમ કરવો તે માટે રાપર ખાતે આવેલા જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે રાપર ના બે યુવાનો કે જે નાનકડા વેપાર ઘંઘા સાથે સંકળાયેલા છે એવા શિવ સ્ટેશનરી ધરાવતા ભાવિક કોટક અને ખોળ ભુસા ના વેપાર સાથે સંકળાયેલા અશોકભાઈ ઠક્કર ને રઘુવંશી છાત્રાલય અને પ્રાંગણમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને કેમ સ્વ રક્ષણ માટે કરાટે તાલીમ શિબિર દર રવિવારે રજા ના દિવસે સાંજે ચાર થી છ સુધી યોજી એક ઉમદા કાર્ય હાથ ધર્યું છે 

જેમાં કરાટે શિખવાડવા માટે દિયાબેન પટેલ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે તો આ આયોજન મા લોહાણા છાત્રાલય ના પ્રમુખ અંજનાબેન ચંદે ગૃહમાતા અને શિક્ષક પ્રિયંકા બેન ઠક્કર અને બિનીતાબેન ઠક્કર સહયોગ આપી રહયા છે દર રવિવારે સવા સો જેટલી વિધાર્થીનીઓ ને સ્વ રક્ષણ અને સ્વ બચાવ કેમ કરવો તે માટે કરાટે ની તાલીમ આપવામાં આવશે કરાટે તાલીમ બાદ અન્ય જુદી જુદી તાલીમ આપવામાં આવશે આ તમામ તાલીમ નો સહયોગ ભાવિન કોટક અને અશોકભાઈ ઠક્કર નો રહેશે આમ આ બન્ને યુવાનોના વિધાર્થીનીઓ પ્રત્યે ની ઉમદા કાર્ય માટે ઠેરઠેર થી અભિનંદન મળી રહયા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain