ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા મુખ્યમંત્રી સહતી ઉચ્ચ કક્ષાએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માટે નવા મુખ્ય કારોબારી અધિકારીની તાત્કાલિક નિમણુક કરવા રજૂઆત કરવામાં આવી

 ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા મુખ્યમંત્રી સહતી ઉચ્ચ કક્ષાએ  ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માટે નવા મુખ્ય કારોબારી અધિકારીની તાત્કાલિક નિમણુક કરવા રજૂઆત કરવામાં આવી.

ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીના મુખ્ય કારોબારી અધિકારી સાહેબશ્રી ગઈ તારીખ ૩૦/૦૬/૨૦૨૩ના રોજ નિવૃત થઇ ગયેલ છે. અને હાલમાં તેઓની જગ્યા ખાલી પડેલ હોવાના કારણે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ઘણા કામો અટકી ગયેલ છે. હાલમા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કાર્યરત નથી. અને વકફ ટ્રીબ્યુનલમાં પણ ત્રીજા સભ્ય ન હોવાના કારણે વકફ ટ્રીબ્યુનલ પણ કાર્યરત નથી.  તેથી વકફ બોર્ડ અને વકફ ટ્રીબ્યુનલ ખાતે લોકોના કામો થતા નથી. એવા સંજોગોમાં વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી સાહેબશ્રી ની હાજરી હોવાથી રોજ બરોજના ઘણા કામો થતા રહેતા હતા. પરંતુ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી સાહેબશ્રીના ગયા પછી હાલમાં સમગ્ર રાજ્યના વકફ સાથે સંકળાયેલા અનેકો લોકોના કામો થઇ રહ્યા નથી. 

જેના કારણે લોકોને ન્યાય મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. અને સમગ્ર રાજ્યના વકફ સાથે સંકળાયેલ લોકોને હલકી ભોગવવી પડી રહી છે. માટે ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા રાજ્યના રાજ્યપાલશ્રી અને  મુખ્યમંત્રીશ્રી સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વકફ કલમ ૨૩ મુજબ તાત્કાલિક નવા મૂક્ય કારોબારી અધિકારીશ્રીની નિમણુંક કરવા વિનંતી કરેલ છે. અને વધુમાં જણાવેલ છે કે વકફ અંગેની કામગીરી માટે વારંવાર રાજ્ય સરકારશ્રીને વકફના જુદા જુદા વિષયો માટે લેખિત રજુઆતો કરવી પડે છે. અથવા નામદાર ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજીઓ કરવી પડે છે. જે બાબતથી દેશના એક જાગૃત અને દેશપ્રેમી નાગરિક તરીકે તેઓને પણ દુખની લાગણી અનુભવાય છે. 

કારણકે આ અગાઉ પણ વકફ બોર્ડના સભ્યોની નિમણુંક વિગેરેને ચશ્માવાલા દ્વારા નામદાર ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ પડકારેલ છે. અને આ બાબતમાં રાજ્ય સરકારશ્રી દ્વારા સદર યોગ્ય વિચારણા કરી આવનાર સમયમાં અમોને વકફ પ્રત્યે કોઈ રજૂઆત કરવાની જગ્યાએ રાજ્ય સરકારશ્રીની પ્રશંશા અને આભાર વ્યક્ત કરવાની રાજ્ય સરકારશ્રી દ્વારા ચશ્માવાલાને તક આપવામાં તેવી ખાસ વિનંતી કરેલ છે.

 અને આશા વ્યક્ત કરેલ છે કે આ વખતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના નવા મુખ્ય કારોબારી અધિકારી સાહેબશ્રીની નિમણુક માટેના કામમા રાજ્ય સરકારશ્રી દ્વારા વિલંબના કરવામાં નહિ આવે અને આ વખતે નામદાર ગુજરત હાઈ કોર્ટ સમક્ષ પણ ન જવું પડે તેવી રાજ્ય સરકારશ્રી પાસેથી સકારાત્મક અપેક્ષા કરી  વકફના હિત માટે વકફ કલમ ૨૩ મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીના નવા મુખ્ય કારોબારી અધિકારી સાહેબશ્રીની વેહલીતકે નિમણુંક કરવામાં આવે તેવી વિસ્તૃત રજૂઆત કરેલ છે - રીપોટર - ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain