ચોરી-છળકપટથી મેળવેલ લોખંડના સળીયા સહિત કુલ કિં.રૂ-૪,૯૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

 ચોરી-છળકપટથી મેળવેલ લોખંડના સળીયા સહિત કુલ કિં.રૂ-૪,૯૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારુ આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટશ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓએ તાબાના માણસોને આપેલ જરુરી સુચના મુજબ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ હકિકત આધારે સરહદ ડેરી પાછળ ખુલ્લી જગ્યામાં આરોપી કોઈપણ જાતના આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ લોખંડના સળીયા ભરેલ બોલેરો પીકપ વાહન સહિત મળી આવતા મુદામાલને સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીને સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી તળે અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી આરોપીને વધુ પુછપરછ કરતા અન્ય બીજો ચોરી-છળકપટથી મેળવેલ મુદામાલ લોખંડના સળીયા ઘરાણા પોપટસરી તળાવની બાજુમાં રાખેલ હોવાનુ જણાવતા જે લોખંડના સળીયા પણ પંચનામાની વિગતે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:- રમેશ કરશન કોલી ઉ.વ-૩૫ રહે.રબારીવાસ ઘરાણા તા-ભચાઉ કચ્છ

કબ્જે કરેલ મુદામાલ - અલગ-અલગ સાઈઝના લોખંડના સળીયા કુલ-૩૫૦૦ કિ.ગ્રા જેની કુલ કિ.રૂ-૨,૪૫,૦૦૦/- બોલેરો પીકપ વાહન નં-GJ-03-BV-6392 કિ.રૂ-૨,૫૦,૦૦૦/- કુલ કિંમત રૂ.૪,૯૫,૦૦૦/-

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઇ પારગી તથા પો.હેડ કોન્સ સમીતભાઇ ડાભી તથા રવિન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ લક્ષ્મણદેવસિંહ ઝાલા અને દિપકભાઈ સોલંકીનાઓ જોડાયેલ હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain