હત્યાના ઈરાદે કરાયેલ જીવલેણ હુમલાના તમામ આરોપીઓને પક્ડી પાડતી લાકડીયા પોલીસ

હત્યાના ઈરાદે કરાયેલ જીવલેણ હુમલાના તમામ આરોપીઓને પક્ડી  પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શરીર સબંધી ગંભીર ગુના આચરનાર આરોપીઓને પુરાવા આધારે સત્વરે પક્ડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગઈ તા- ૨૯/૦૬/૨૦૧૩ ના રોજ એફ.આઈ.આર નંબર-૧૧૯૯૩૦૧૧૨૩૦૦૮૬/૨૦૨૩ ઈ.પી.કો કલમ- ૩૦૭,૩૨૩,૨૯૪(ખ),૧૧૪ વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ જેની આગળની તપાસ પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી સદર ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સારુ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુનાના તમામ આરોપીઓને સત્વરે પક્ડી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:- (૧) સાગર સંજયભાઈ પટણી ઉ.વ-૨૩ રહે.ઠક્કરનગર નિકોલ અમદાવાદ (૨) મુકેશ અશોકભાઈ પટણી ઉ.વ-૨૬ રહે.બાપુનગર અમદાવાદ (૩) આકાશ ઉર્ફે ટકો મનોજભાઈ પટણી ઉ.વ-૨૬ રહે.અસારવા અમદાવાદ

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ પારગી તથા પો.હેડ કોન્સ. સમિતભાઈ ડાભી, પો.કોન્સ.દિલીપભાઈ ચૌધરી, દિપકભાઈ સોલંકી, વરજાંગભાઈ રાજપુત નાઓ જોડાયેલ હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain