રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) સંવર્ગ દ્વારા સમગ્ર કચ્છમાં સદસ્યતા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત
રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઔર શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન એટલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. આ સંગઠન માત્ર શિક્ષક અને શિક્ષણના પ્રશ્નોને જ વાચા આપતુ નથી, પરંતુ એની સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મહત્વની ભૂમિકાનુ પણ વહન કરતુ એક રાષ્ટ્રવાદી સંગઠન છે. આ સંગઠન દર વર્ષે જુલાઈ માસમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષક સદસ્યતા અભિયાન ચલાવતુ હોય છે. આવા જ એક શિક્ષક સદસ્યતા અભિયાનના બીજા તબક્કાની સમગ્ર કચ્છના દશે દશ તાલુકાઓમાં શરૂઆત થઈ ચૂકી છે, જેમાં બહોળી સંખ્યામાં રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા શિક્ષક મિત્રો જોડાઈ રહ્યા છે.
તો આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સચિવ શ્રી ભીખાભાઈ પટેલ તેમજ મહામંત્રી શ્રી મિતેશભાઈ ભટ્ટની પ્રેરણાથી તેમજ ગુજરાત પ્રાંતના આઠેય સંવર્ગના મંત્રી શ્રી મૂળજીભાઈ ગઢવી અને સંગઠન મંત્રી નયનભાઈ વાંઝાના માગૅદશૅન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છની સકારાત્મક કામગીરી તેમજ શિક્ષક અને શિક્ષણના પ્રશ્નોને યોગ્ય વાચા આપવા ઉપરાંત ઉકેલ લાવવાની નીતિ રીતિ થકી કચ્છમાં આ રાષ્ટ્રવાદી સંગઠન ઝડપથી પ્રચાર પ્રસાર પામી રહ્યુ છે.
જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ) ના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ પરેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ રૂપેશભાઈ સોલંકી અને સુનિલભાઈ મહેશ્વરી, મંત્રી શ્રી નિલેશભાઈ વાધેલા, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, મહિલા મંત્રી ડૉ. પૂજાબેન જોષી, મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામી, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ તેમજ તમામ કારોબારી સભ્યો સમગ્ર કચ્છના શિક્ષક સંપર્ક તેમજ સદસ્યતા અભિયાનમાં હષૅભેર જોડાયેલ હતા.
Post a Comment