રાપર તાલુકા ના નલિયા ટીંબા થી કિડીયા નગર સુધી મા એકવીસ આરોપીઓ સામે પાણી ચોરી ની ગાગોદર પોલીસ મા ફરીયાદ

 રાપર તાલુકા ના નલિયા ટીંબા થી કિડીયા નગર સુધી મા એકવીસ આરોપીઓ સામે પાણી ચોરી ની ગાગોદર પોલીસ મા ફરીયાદ 

તાજેતરમાં રાપર તાલુકાના પીવા ના પાણી મુદ્દે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્ય સહિત ના વહિવટી તંત્ર દ્વારા બેઠક રાપર ખાતે મળેલી જેમાં રાપર તાલુકા મા પીવા ના પાણી ની પાઇપ લાઇન મા ગેરકાયદેસર જોડાણો કાપી પાણી ચોરી ના પગલાં લેવા માટે ટાસ્કફોસઁ ની રચના કરવામાં આવી હતી તે અન્વયે રાપર તાલુકા મા પાણી ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથક ખાતે રાપર પાણી પુરવઠા બોર્ડ ના નાયબ કાર્યપાલક ઈજનેર જિગ્નેશકુમાર કનૈયાલાલ કપાસીયા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ  રાપર વાળા એ નોંધાવતા પાણી ચોરી કરતા તત્વો મા ફફડાટ વ્યાપી ગયો છે ગાગોદર પોલીસ મથક ખાતે થી મળતી વિગતો મુજબ 

આરોપીઓ(૧) ખીમાભાઈ જેસંગભાઈ મકવાણા (૨) રવજી ક૨શન મકવાણા (૩) ખીમાભાઈ હાજાભાઈ મકવાણા (૪) બાબુભાઈ પુંજાભાઈ મકવાણા (૫) હસમુખભાઇ બાઉભાઈ મકવાણા (૬) ખીમજીભાઈ માદેવાભાઈ મકવાણા (૭) ખોડાભાઈ બાઉભાઈ મકવાણા (૮) પ્રવિણભાઈ બાબુભાઇ મકવાણા (૯) સવજીભાઈ ભીમજીભાઈ મકવાણા (૧૦) કુંભાભાઇ માનસંગભાઈ મકવાણા (૧૧) ખાનાભાઈ રાણાભાઈ મકવાણા (૧૨) પ્રવિણભાઇ મહેન્દ્રભાઈ ઝાલા (૧૩) રમેશભાઇ ગણેશાભાઇ મકવાણા (૧૪) પપ્પુભાઈ ૨ામાભાઈ મકવાણા (૧૫) વેલાભાઈ માદેવાભાઈ મકવાણા (૧૬) ડાયાભાઇ ગગાભાઈ મકવાણા (૧૭) સવાભાઈ રાણાભાઇ મકવાણા (૧૮) પેથાભાઇ ભીમાભાઇ મકવાણા (૧૯) ભુદાભાઈ માદેવાભાઈ મકવાણા (૨૦) વિરાજભાઈ ૨ણછોડભાઇ મકવાણા (૨૧) રતનભાઈ વણવીરભાઈ મકવાણા રહે.બધા નલીયાટીંબા તા.રાપર વાળા એતા.૧૩/૦૪/૨૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ દરમિયાન પાણી ની ચોરી ચિત્રોડ થી કિડીયાનગ૨ તરફ જતા રોડ ઉપ૨ આવેલ નલીયાટીબા-૧ તથા નલીયાટીબા-૨ વાડી વિસ્તાર તા.રાપર કચ્છ

ગુન્હો ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૩૦ તથા ધી પ્રોવેન્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ- ૩ તથા ધ ગુજરાત ડોમેસ્ટીક વોટર સપ્લાય (પ્રોટેકશન) એક્ટ ૨૦૧૯ ની કલમ-૧૦(૧)(I)(II)(V) તથા ૧૧(૧)(I)(II) તથા ૧૧(૨) મુજબ તે એવી રીતે કે કોલમ નંબર ૦૨ માં જણાવેલ આરોપીઓ ચિત્રોડ થી કિડીયાનગર તરફ જતા રોડ ઉપર આવેલ નલીયાટીંબા-૧ તથા નલીયાર્ટીબા-૨ વાડી વિસ્તાર ના ક્તિઓએ પોતાના અંગત સ્વાર્થ માટે વપરાસ ક૨વામાં આવતો પાણી જે રાપર જુથ પાણી પુરવઠા યોજના ની મુખ્ય પાઇપલાઇનમાં તથા પઈપલાઈનમા લાગેલ એર-વાલ્વ માં નુક્શાન કરી ગે.કા. રીતે પાણીનુ કનેક્શન મેળવી અન્ય કાયદેસર પહોચાડવાનો હોય ત્યા પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં ન પહોચતા તે રીતે પાણીની અલગ અલગ વાડીવિસ્તા૨ના વ્યક્તિઓએ ૯૦ દિવસો માં અલગ અલગ પ્રમાણમાં પાણીની કુલ રૂપિયા- ૧૮,૬૬૧૯૨.૭૫/- ની ચોરી કરી ગુનો કર્યો હતો

 જે બાબતે આજે ગાગોદર પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા મા આવતા ગાગોદર પીએસઆઇ ડી આર ગઢવી એ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ ને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain