જૂનાગઢ સાઈબર ક્રાઈમ અંગે જાગૃતતા લાવવા બહાઉદીન કોલેજના વિદ્યાર્થીઓએ લઘુનાટક પ્રસ્તુત કર્યું“મોબાઈલની માયાજાળ

  જૂનાગઢ સાઈબર ક્રાઈમ અંગે  જાગૃતતા લાવવા બહાઉદીન કોલેજના વિદ્યાર્થીઓએ લઘુનાટક પ્રસ્તુત કર્યું“મોબાઈલની માયાજાળ”

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, ખાતે પ્રિન્સિપાલ ડો. પી.વી. બારસીયાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ સેલના અધ્યક્ષ ડો. ભાવનાબેન ઠુમ્મર દ્વારા જિલ્લા માહિતી કચેરી, જુનાગઢ દ્વારા આયોજિત 'મોબાઇલની માયાજાળ 'લઘુ નાટકના માધ્યમથી જનજાગૃતિ લક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો.

આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે. મોબાઈલની ઘણી વિપરીત અસરોના ગંભીર પરિણામો પણ સામે આવ્યા છે. ત્યારે સ્વપ્ન યુવા વિકાસ મંડળના શ્રી હર્ષદ વાજા અને તેમની ટીમે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, OTP  તથા અન્ય બેંક સંબંધિત વિગત શેર ના કરવી વિડીયોકોલ દ્વારા બ્લેકમેલિંગ, ઓનલાઈન વિડીયો ગેમ, લોભામણી વાતો તથા મેસેજ વગેરે બાબતોને હાસ્યશૈલીમાં આવરી લઈ આ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત આ પ્રકારના ફ્રોડ થાય. તે માટેની 1730 તથા 100 નંબર પર પણ સંપર્ક કરવા અંગેની અગત્યની માહિતી આ માધ્યમથી આપવામાં આવી હતી. 

આ તકે પ્રિન્સિપલ ડો.પી.વી. બારસીયા તથા ડો. એ. એન. સરવૈયા  દ્વારા સાંપ્રત સમયમાં મોબાઇલ ફ્રોડથી બચવા આ જનજાગૃતિ કાર્યક્રમને આવકાર્યો હતો .સાયબર ક્રાઇમ સેલના અધ્યક્ષ ડો.ભાવનાબેન ઠુંમરે આભારવિધિ કરી હતી.આ સમિતિના સભ્ય ડો.દીપિકા કેવલાણી, ડો. જીગ્નેશ કાચા તથા સમગ્ર કોલેજ સ્ટાફ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓએ માણ્યું હતું અને સાર્થક સંદેશ પ્રાપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જીગ્નેશ કાચાએ કર્યું હતું - રિપોર્ટ બાય - શૈલેશ પટેલ  જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain