માધાપરમાં ખાનગી ઇન્ટરનેટ સેવાદિવસોથી બંધ રહેતાં લોકોમાં રોષ
માધાપર ગામે ખાનગી ઇન્ટરનેટ સેવા દિવસોથી બંધ રહેતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. સંબંધિત કંપનીના જવાબદારો મળતાં નહીં હોવાનો કે યોગ્ય જવાબ નહીં આપતા હોવાનો આક્ષેપ પણ ઊઠયો છે.
શિવમ પાર્ક વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ આગોતરું ભાડું ભરનારા ગ્રાહકોને ઇન્ટરનેટ સેવા 20-25 દિવસથી મળતી નથી. સંબંધિત કંપનીની કચેરી મોટેભાગે બંધ મળે છે. જો કચેરી ખુલ્લી હોય તો રજૂઆતનો યોગ્ય જવાબ મળતો નથી. અનેક ગ્રાહકો પરેશાન થઇ ગયા છે.
આજે જ્યારે મોટાભાગનું કામકાજ બાન્કિંગ વગેરે ઓનલાઇન થાય છે અને તેના માટે ઇન્ટરનેટ અત્યંત જરૂરી છે ત્યારે જ આ ખાનગી સેવા બંધ રહેતાં લોકો નારાજ થયા છે અને જરૂર પડયે પેઢીને ગ્રાહક ફોરમમાં ઢસડી જવા તૈયારી કરી રહ્યા? છે. અત્રે એ ઉલ્લેખનીય? છે કે, વાવાઝોડાંમાં કેબલ આધારિત ઇન્ટરનેટ સેવાઓને ભારે ક્ષતિ પહોંચી હતી અને અનેક કંપનીઓએ તે પુન: સ્થાપિત કરી છે, પરંતુ માધાપર તથા ભુજના પણ કેટલાક વિસ્તારોમાં આ ખાનગી સેવા પુન: સ્થાપિત નહીં થતાં ગ્રાહકો રોષે ભરાયા છે.
Post a Comment