વાગડમાં ત્રણ ચોરી કરનાર બે આરોપી મુદ્દામાલ સાથે જબ્બે
વાગડના સામખિયાળીમાં બે અને રાપરના ખીરઇ ગામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રુ. 2. 46 લાખના મુદ્દામાલ સાથે પકડી લઇ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબી પીઆઇ એમ. એમ. જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વાગડ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટઠનાને અંજામ આપનાર આરોપીને પકડી ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન સામખિયાળીમાં તા. 27/4 થી તા. 28/4 દરમિયાન ઓસવાળ વાસમાં આવેલા સંચા માતાજીના મંદીરના પૂજારીના રૂમમાંથી, આંબલિયારા રોડ પર આવેલી પરશુરામ સોસાયટીના બંધ ઘરમાંથી રૂ. 7. 78 લાખની ચોરી અને રાપરના ખીરઇ ખાતે મકાનની બારી તોડી 9 કાંસાની થાળી અને બાઇક ચોરી કરનાર રાપરના બાદરગઢમાં રહેતા ભરત રામજી કોલી અને ગાધીધામના ભારતનગર લુણંગનગરમા રહેતા પ્રકાશભાઇ જખુભાઇ બડગાને પકડી લઇ બાઇક, મોબાઇલ અને ચોરી કરેલા દાગીના સહિત કુલ રૂ. 2, 46, 400 ના મુદ્દામાલ સાથે પકડી લઇ ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલા આરોપીઓ સામખિયાળી પોલીસને વધુ તપાસ માટે સોંપાયા હતા. આ કામગીરીમાં એલસીબી પીઆઇ સાથે પીએસઆઇ એસ. એસ. વરૂ, વી. આર. પટેલ અને સ્ટાફ જોડાયો હતો.
Post a Comment