ભુજની મહિલાને અજમેર લઇ જઈને કરાયો બળાત્કાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

 ભુજની મહિલાને અજમેર લઇ જઈને કરાયો બળાત્કાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજમાં હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે મોટી મોટી વાતો કરીને મહિલાને ફસાવી અપહરણ કરીને અજમેર લઈ જઈને કર્યા દુષ્કર્મ, ફરિયાદ નોંધાઈ.

કચ્છ જિલ્લાના ભુજ મથકેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એકલી રહેલી એક મહિલાને ફોસલાવીને અને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ અને બળાત્કાર કરાયો છે. ભુજ ખાતે જ હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે આ મહિલાનું અપહરણ કરીને અજમેર લઈ જઈને હોટલમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

કચ્છના ભુજમાં એક સ્ત્રી એકલી રહેતી હતી અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. કોઈક રીતે ભુજમાં જ હંગામી આવાસમાં રહેતો અબ્દુલ ગફુર યુસુફખાન પઠાણ નામનો વ્યક્તિ નેતા સંપર્કમાં આવ્યો. શરૂઆતમાં પોતાના વિષે મોટી મોટી વાતો કરીને અબ્દુલે આ મહિલા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેણે તે મહિલાને ફોસલાવીને લગ્નની લાલચ પણ આપી હતી.

લગ્નની લાલચ આપીને અબ્દુલ ગફુરે તે મહિલાને પૂર્ણ રીતે તે પોતાના વશમાં કરી લીધી હતી. જેનો ફાયદો ઉઠાવીને તે આ મહિલાને અપહરણ કરીને રાજસ્થાનના અજમેર ખાતે લઈ ગયો હતો. જ્યાં એક હોટેલમાં તેણે 22 જૂન 2023થી લઈને 2 જુલાઈ 2023 સુધી અનેકવાર મહિલાની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર કર્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain