પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસનના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલજીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા ના વડનગર ખાતે યુવતી સંમેલનનું આયોજન કરાયું

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસનના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલજીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા ના વડનગર ખાતે યુવતી સંમેલનનું આયોજન કરાયું

ગુજરાતની ઐતિહાસિક વડનગરની જાજરમાન ભોમકામા 1,000થી વધુ નુતન મતદાતા યુવતીઓ એક મંચ પર આવી 

• મોબાઈલ નંબરના મિસકોલ પર દેશની સત્તા પર હર વક્ત મોદીના ગગનચુંબી નારા ગુંજી ઊઠ્યા

યુવતી સંમેલન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ દિપીકા બહેન સરડવાજી અને પ્રદેશ મહિલા મોરચા મંત્રી ( મહેસાણા જિલ્લાપ્રભારી શ્રદ્ધાબેન ઝાની અધ્યક્ષતામાં યોજાયું 

• મહેસાણા જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ આશા બહેન તેમની ટીમ અને પાટણ જિલ્લા ભાજપના પ્રભારી ( વડનગર ના વતની ) હિરલબેન દેસાઈએ કરેલી મહેનત ઓગી નીકળી અને સંમેલન સફળતાને પાર કરી ગયું... 

વડનગર ખાતે મહિલા મોરચાની બહેનો ના પ્રોગ્રામ માં વડનગર નગરપાલિકાના પુવૅ નગરસેવક ગીરીશભાઈ પટેલ અને મહામંત્રી જીગરભાઇ પટેલ સહિત અ.જા.મોરચાના પ્રમુખ રવિભાઈ મકવાણા પણ સેવા માં જોડાયા હતા

 ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી વડાપ્રધાન મોદીના નવ વર્ષના સુશાસનની વિકાસ ગાથા અને પ્રજાના હિતલક્ષી મહિલા સશક્તિકરણ સહિતની અનેક યોજનાઓના લાભ ગુજરાતની પ્રત્યેક મહિલાને મળે તે માટે ગુજરાતના ગામડે ગામડામાં ઘર ઘર અને જન જન સુધી સતત પહોંચી રહ્યાં છે. ત્યારે  મહેસાણા ભાજપ મહિલા મોરચા દ્વારા વડનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા, પાટણ જિલ્લા પ્રભારી અને વડનગરના વતની હિરલ બહેન દેસાઈ, મહિલા પ્રમુખ આશા બહેન, મહામંત્રી રાગીની બેન, જિલ્લા સંગઠનના મંત્રી ચંદ્રિકાબેન, શીતલબેન મોદી, વડનગર ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી, ભાનુબેન,  દક્ષાબેન, રમીલાબેન મોદીની ઉપસ્થિતિમાં નવી મતદાતા યુવતી સંમેલન યોજાયું હતું. 

આ પ્રસંગે ડો.દિપીકાબેન સરડવાએ સરકારની મહિલા લક્ષી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર લવ જેહાદ, ત્રિપલ તલ્લાક જેવા કાયદા અભયમ,૧૦૮જેવી સેવાઓના કારણે દેશમાં મહિલાઓ સુરક્ષિત અને સશક્ત થઈ છે. સરકારની ૮૯૧ યોજનાઓમાંથી ૧૭૮ મહિલાલક્ષી યોજનાઓ છે. મુદ્રા યોજના જેવી યોજનાઓના કારણે મહિલા ઉદ્યોગ સાહસિક બની પોતાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કરતી થઈ. આવાસ યોજનાના કારણે પરિવાર હવે ઘરની લક્ષ્મી મહિલાના નામે ઘર લેતા થયા મહિલાઓને પોતાના નામનું ઘર મળ્યું.આમ યોજનાઓ થકી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વહીવટ, પ્રશાસનમાં મહિલાઓની ભાગીદારી વધી છે. રમત-ગમતમાં નામના મેળવી છે. જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વધુમાં તેઓએ શાળા આરોગ્ય તપાસણીથી શરૂ કરીને બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના,વ્હાલીદિકરી યોજના, વિદ્યાર્થીની દીકરીઓને વિનામૂલ્યે એસટી બસ પાસ, મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ યોજના, સગર્ભા મહિલાઓને પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારી 26 અઠવાડિયા કરી, સખી મંડળ, મુદ્રા લોન યોજના જેવી યોજનાઓથી મહિલાઓને પગભર કરાઈ, ઉજજવલા યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજીએ જણાવ્યું હતું.

મહત્વનું છે ભાજપ દ્વારા શરુ કરાયેલા જનસંપર્ક અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતના ગામડે ગામડા અને શહેરોમાં ભાજપના નવ વર્ષના સુંદર શાસનની વણથંભી વણઝારને થંભ્યાં વિના સતત આ વિકાસ ગાથા અને પ્રજાલક્ષી યોજનાઓની ગાથાથી સૌ વંચિત થાય તેનો લાભ મળે અને ભાજપના ગૌરવવંતા આ નવ વર્ષના શાસનમાં દેશહિતમાં લેવાયેલા અનેક અભૂતપૂર્વ નિર્ણયોની ગાથાથી રાજ્યની તમામ મહિલાઓને માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા ડો. દિપીકાબાેન સરડવાજી નિભાવી રહ્યા છે.

આ પ્રસંગે મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા, પાટણ પ્રભારી હિરલ બહેન દેસાઈ( વડનગર ના વતની ) , મહેસાણા જિલ્લા  મહિલા પ્રમુખ આશા બહેન , જિલ્લા સંગઠન મંત્રી ચંદ્રિકાબેન, શીતલબેન મોદી, વડનગર ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી, દક્ષાબેન, ભાનુબેન, રમીલાબેન મોદી, અને મહેસાણા જિલ્લા મહિલા મોરચા ની ટીમ સાથે મોટી સંખ્યામાં નવી મતદાતા યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સુંદર આયોજન પાટણ જિલ્લા મહિલા પ્રભારી અને વડનગર ના વતની હિરલ બહેન દેસાઈ, મહેસાણા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ.. આશા બહેન અને તેમની દ્વારા કરવામાં આવ્યું હતું.. 

• કેન્દ્રમાં મોદી સરકારનો ડંકો નવ વર્ષની સતત રણકતો રહ્યો, દેશ, વિદેશમાં પણ અકલ્પનીય નોંધ લેવાઈ

દિલ્હીની રાજગાદી પર નરેન્દ્ર મોદીજીના નવ વર્ષના સુશાસનનો ડંકો ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાની મહિલા અધ્યક્ષ, મંત્રી. પ્રમુખ પ્રભારી સહિતિ પદભાર સંભાળતી ભાજપ મહિલા મોરચાની તમામ કાર્યકરો દ્વારા મોદીના આ જનસંપર્ક અભિયાનને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નાનામાં નાના ગામડાઓથી લઇ મોટા નાના તમામ શહેરોમાં ભાજપના આ નવ વર્ષના શાસનનો ડંકો વગાડવામાં મહિલા મોરચાની મહિલા આગેવાનો સહિત કાર્યકર બહેનો મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જેમાં પ્રદેશ મહિલા મોરચાના મંત્રીશ્રી શ્રધ્ધાબેન ઝા પણ  નવોદિત યુવતી મતદાતાના આ યુવતિ સંમેલનમાં વિવિધ સરકારી યોજનાઓ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયની ઝાંખી કરવા રહ્યાં છે. 

 પ્રધાનમંત્રી ના માત્ર વર્તનની ઐતિહાસિક નગરીમાં 1,000 થી વધુ યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવું જોમ દેખાડ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન અને ઐતિહાસિક ભૂમિ ઉપર યોજાયેલા નૂતન મતદાતા યુવતી સંમેલનમાં 1000 થી વધુ યુવતીઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વડનગરના વતની અને પાટણ જિલ્લા ભાજપના પ્રભારી હિરલબેન પરેશભાઈ દેસાઈએ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી હતી. સફળ કાર્યક્રમને જોઈને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકા સરડવાજી અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા એ પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી હિરલબેન દેસાઈને આટલો સુંદર કાર્યક્રમ કર્યો તે બદલ અમે દિલથી અભિનંદન આપીએ છીએ તેવું કહ્યું હતું અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે બેન ખૂબ મહેનતુ અને ઉત્સાહી છે - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain