ભચાઉ શહેર અને તાલુકા વિસ્તારમાં કંપનીઓ દ્વારા થતાં અન્યાય દુર કરવા ભીમા કોરેગાવ સેના દ્વારા રજુઆત કરાઈ

 ભચાઉ શહેર અને તાલુકા વિસ્તારમાં કંપનીઓ દ્વારા થતાં અન્યાય દુર કરવા ભીમા કોરેગાવ સેના દ્વારા રજુઆત કરાઈ

ભીમા કોરેગાવ સેના ભચાઉ દ્વારા ભચાઉ તાલુકામાં તેમજ ભચાઉની એકદમ બાજુમાં આવેલ જગુઆર કંપની ભચાઉ, ગુડ લક કંપની - શીકરા, નવકાર સ્ટીલ – આંબરડી, - M. P) ૧૦:૩૦ કપાર્થ પોલીમર્સ આંબરડી – મોરગર, સંતોસ સ્ટાર સુખપર રોડ - મોરગર, સંતોસ સ્ટાર સુખપર રોડ - મોરગર, હંસ સ્ટીલ પ્લાટ જેનુ નવુ નામ કેમો સ્ટીલ કંપની – બુઢારમોરા, જેમાં વર્ષોથી ઠેકેદારોની પાસે કામ કરાવી રહી છે જેના કારણે આ એકમમાં કામ કરતા યુવાનોનુ કંપની અને ઠેકેદારો બંન્ને દ્વારા શોષણ થાય છે. અકસ્માત તેમજ ગંભીર બીમારીઓના સમયે અહી કામ કરતા યુવાનોનું કોઇ ધણી ધોરી હોતુ નથી. જે બંધ કરી એવી માંગ સાથે ભચાઉ તાલુકા ભરના યુવાનોને ભચાઉની તમામ કંપનીઓ સ્થાનીક લોકોને કાયમી ધોરણે આ એકમોમાં નોકરીમાં રાખવામાં આવે, - એમના પરીવારોને સુરક્ષા મળે એ બાબતે ઠોસ કાર્યવાહી થવી જોઇએ. 

જો સ્થાનીકોને નોકરી નહી મળે તો અમારે આ તાલુકાના સ્થાનીક, બેરોજગારી ઠેકેદારોથી શોષિત યુવાનોને સાથે રાખી મોટાપાયે જન આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ કંપનીમાં કામ કરતા લોકોને જ્યારે છૂટા કરવામાં આવે ત્યારે એમને પુરું વળતર મળે, મહીનામાં ચાર દિવસ છુટી મળે, વીમા પોલીસી, અકસ્માત પોલીસી તેમજ કંપનીમાં આવવા જવા માટે ભાડા ભથ્થુ મળે, કોઇ વ્યકિતને અકસ્માત સમયે વિમો મળે અને કંપની એ વળતર પેટે મૃતકના વારસદારોને યોગ્ય રકમ આપે તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મજુર કાયદાઓ, માનવ અધિકારો, અંગે આ એકમો કામ કરે તેવી અમારી વિનંતી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain