એ. સી. બી. માં પકડાયેલાના બે દિવસના રિમાન્ડ મંજૂર
ગાંધીધામ, અહીંના વન વિભાગના અધિકારી તથા વચેટિયાને એ. સી. બી. એ પકડી પાડયા બાદ બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અહીંના વન વિભાગના ફોરેસ્ટર જીતુ જીંજાળા તથા ધવલ પ્રજાપતિને અમદાવાદ એ. સી. બી. એ પકડી પાડયા હતા. આ બંનેને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના તા. 8/7 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. વન વિભાગના અધિકારીના બેંક ખાતા, તેમના વતનમાં જમીન છે કે નહીં, ખાતાં કેટલા, કેટલી રકમ, દાગીના વગેરે સ્થાવર અને જંગમ મિલકત કેટલી છે તે સહિતની આગળની તપાસ હાથ? ધરાશે તેવું એ. સી. બી. એ જણાવ્યું હતું - રીપોર્ટ બાય - હિનલ જોષી અંજાર
Post a Comment