જૂનાગઢ બે દાયકા પહેલા શુન્ય માંથી શરૂ કરી આજે વિશાળ વ્યવસાય સર્જન કરનાર વેપારી યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

 જૂનાગઢ બે દાયકા પહેલા શુન્ય માંથી શરૂ કરી આજે વિશાળ વ્યવસાય સર્જન કરનાર વેપારી યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત 

જૂનાગઢમાં સરકારી નાણાકીય સંસ્થાઓના સેમિનારમાં સાહસ કરીને સફળ થયેલા પ્રિન્ટિંગના સંઘર્ષ ગાથા વર્ણવી

20 વર્ષ પહેલા સરકારી યોજના અંતર્ગત ઝેરોક્ષ મશીન ખરીદવા 87 હજારની લોન લીધી આજે પ્રિન્ટિંગનો વ્યવસાય વિસ્તરતા 15 દીકરીઓને રોજગારી આપે છે પરસોત્તમભાઈ ઢોલરીયા

પ્રયત્ન છતાં નોકરી ના મળે તો હતાશ થવાની જરૂર નથી: જુનાગઢમાં પોતાનો ધંધો શરૂ કરવા માગતા યુવાનોને નાણાકીય માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો

જૂનાગઢ આજે અનેક યુવાઓ નોકરી પાછળ અથાગ પ્રયત્ન કરે છે અને તેમાં સતત પ્રયત્ન કરવા છતાં કોઈને સફળતા ના મળે તો હતાશ થવાની જરૂર નથી. પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકારી યોજના અને બેંકોની લોન સહાય સફળતાના શિખરે પહોંચાડે છે. માત્ર જરૂર છે વ્યવસાયિક મૂલ્યોની અને સાહસની.. આ શબ્દો છે જૂનાગઢમાં 20 વર્ષ પહેલા ઝેરોક્ષ નું મશીન ખરીદવા માત્ર 87,000 ની લોન લઈને અથાગ મહેનત ચાલુ રાખીને વ્યવસાય વિસ્તારતા  આજે 15 થી 20 દીકરીઓને રોજગારી આપતા પ્રિન્ટિંગના વ્યવસાયકાર પરસોત્તમભાઈ ઢોલરીયાના..

ગઈકાલે જૂનાગઢમાં કેન્દ્ર અને રાજ્યની નાણા સંસ્થાઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ જુનાગઢના ઉપક્રમે ઔદ્યોગિક સાહસિકો માટેની વિવિધ નાણાકીય સહાય યોજનાઓની માહિતી આપવા સેમિનાર યોજાયો હતો. અને તેમની મુખ્ય થીમ" યુવા સાહસિકો માટે કે જેને ખ્યાલ નથી એવી અનેક યોજનાઓ થકી સહાય, સબસીડી, એક્સપોર્ટ વળતર, લોન મેળવી શકાય છે" તેની જાણકારી આપવાની હતી.

આ સેમિનારમાં સાહસ કરીને આગળ આવેલા અને સફળ થયેલા કેટલાક વ્યવસાયકારોએ બીજાને પ્રેરણા મળે તે માટે પોતાના પ્રતિભાવો પણ આપ્યા તેમાં પરસોતમભાઈ નો પ્રતિભાવ રસપ્રદ હતો.

જૂનાગઢના પરસોત્તમભાઈ ઢોલરીયા પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. 20- 22 વર્ષ પહેલા ઓઇલ મીલમાં સામાન્ય નોકરી કરતા પરસોત્તમભાઈ ને તેમના પત્ની રમાબેને નોકરી છોડી ધંધો કરવા અને તેમાં મદદ કરવાની પણ તૈયારી બતાવી. ઘરકામની સાથે ધંધામાં પણ પૂરેપૂરો સમય આપી હિંમત આપી.  સંઘર્ષમય સ્થિતિમાં પરસોત્તમભાઈ પાસે નાણાં ન હતા. તેઓએ સાહસ કરવાનું નક્કી કર્યું. ઓઈલ મિલની નોકરી છોડીને ઝેરોક્ષ મશીન લેવાનું નક્કી કર્યું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 87 હજારની સરકારી યોજના હેઠળ બેંકની લોન લીધી. શરૂઆતમાં વ્યવસાય ન હોવાથી  સરકારી યોજનાની પહેલી લોન સમયસર ભરી દેવા માટે મિત્રો પાસેથી ઉછીના નાણાં પણ લેવા પડ્યા હતા વ્યવસાયિક કોઠા સુઝ હતી સાથે અનુભવ ભળતા તુરંત બીજી લોન લીધી ત્યાર પછી ધંધો વિસ્તારતો ગયો. તેઓ સાહસ કરતા ગયા અને અધ્યતન ટેકનોલોજી માટે જરૂરિયાત મુજબ લોન લેતા ગયા તેઓએ કહ્યું કે મેં સરકારી યોજના અને પ્રોજેક્ટ હેઠળ અનેક લોનો લીધી છે ,સમયસર ભરી છે.  મને સરકાર-બેંકો દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું છે. સરકારી યોજના હેઠળ જે કાંઈ સહાય લોન મળે છે તેમાં જો નિયમિત ભરપાઈ કરવામાં આવે તો ક્રેડિટ પણ આપવામાં આવે છે. તેઓએ કહ્યું કે તમારી નજર સબસીડી પર નહીં પરંતુ વ્યવસાયમાં સર્વિસ, ક્વોલિટી અને ડીડીકેશન (સમર્પિતતા) પર હોવી જોઈએ.તેમણે પ્રતિભાવ આપ્યો કે મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને વિકાસમાં સહભાગીતા કરે તે માટે સરકારના પ્રયાસો સરાહનીય છે.મહિલાઓમાં  પણ સફળતા થવાની શક્તિ છે. અને એટલે જ આજે તેઓ તેમના વ્યવસાયિક યુનિટોમાં નોકરીમાં દીકરીઓને તક આપે છે. આજે 15 થી 20 બહેનોને તેઓ રોજગારી પણ આપે છે.

આ સેમિનારમાં સાહસ કરીને યોજનાઓનો લાભ લઈને આગળ વધેલા સાહસિકોના પ્રતિભાવો નવોદિત ઉદ્યોગકારો અને એમાં આગળ વધતા યુવાઓ માટે પ્રેરણાદાયી રહ્યા હતા.

દેશમાં  યોજાઈ રહેલ G-20ના અનેક સકારાત્મક પરિબળોમાં એક પરિબળ નાણાકીય સહભાગીતા છે. તેમાં  રાજ્ય અને કેન્દ્રની નાણાકીય સંસ્થાઓની ભૂમિકા મહત્વની છે. વિશેષ કરીને તેમાં જનભાગીદારીનો ઉદેશ માહિતીના આદાન પ્રદાનથી સિદ્ધ થાય છે નવયુવાનોને મૂલ્ય નિષ્ઠ વ્યવસાયને માર્ગે દોરી જવા સૌની ભાગીદારી જરૂરી છે - રીપોર્ટ બાય  જોબનપુત્રા પરસોત્તમ સાથે શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain