કચ્છ ભુજમાંથી એટીએસની ટીમે ત્રણ શખ્સોને ઉઠાવતા ચકચાર
રણ, દરિયો અને હવાઇ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાંથી દેશની સંવેદનશીલ માહિતીઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાને અપાતી હોવાની આશંકાને લઈને ભુજમાંથી એટીએસની ટુકડીએ ત્રણ યુવાનોને ઉઠાવી લેતા ચકચાર મચી ગઇ છે. એક બાદ એક યુવાનોને ઉપાડી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષા મુદ્દે દેશની વિવિધ એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે તેવામાં રાજ્ય આતંકવાદ વિરોધી દળને મળેલા ઇનપુટના આધારે ખાસ ટુકડીએ ભુજમાં આવી આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, દેશની સુરક્ષા મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરક્ષા મુદ્દે દેશની વિવિધ એજન્સીઓ દ્વારા ચાંપતી નજર ભુજસંવેદનશીલ માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાને પહોંચતી કરાતા હોવાના ઈનપુટ પર શંકાના આધારે ભુજના યુવકને ઉપાડી લેવાયો હતો. જે બાદ અન્ય 2 યુવાનોને ઉઠાવી લેવાયાની ચર્ચા છે. ઓચિંતા ગુમ યુવક થઈ જતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા જોકે બાદમાં એટીએસની ટીમે તેઓને પૂછપરછ માટે લઈ જવાયા હોવાની જાણ પરિવારને કરી હતી. અગાઉ પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે ત્યારે પૂછપરછમાં કઈ વિગતો સામે આવે છે તેના પર નજર મંડાઈ છે.
Post a Comment