અંબાજીમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડા તેમજ જુગારધામ બંધ કરાવવા બાબતે અંબાજી પીઆઇ ને લેખિત રજુઆત

અંબાજીમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડા તેમજ જુગારધામ બંધ કરાવવા બાબતે અંબાજી પીઆઇ ને લેખિત રજુઆત

બનાસકાંઠા જિલ્લાનું યાત્રાધામ અંબાજી દેશ વિદેશ મા પ્રખ્યાત છે જયાં દિવસ ભરમાં હજારો લાખો ની સંખ્યા મા માઈ ભક્તો મા અંબેના ચરનો મા આવે છે અને મા અંબે ના દર્શન કરી ધન્યતા અનુંભવે છે 

છેલ્લા કેટલાય સમય થી અંબાજી મા દેશી વિદેશ દારૂ તેમજ વરલી મટકા જુગાર જેવી પ્રવૃત્તિ ઓ ચાલી રહી છે જેના લીધે અંબાજી મંદિર આવતા માઈ ભક્તો મા નારાજગી જોવા મળી રહી છે તેમજ સ્થાનિક લોકો પણ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે 

જ્યારે આવી અસામાજિક પ્રવૃત્તિ ની જાણ  દાંતા પત્રકાર એકતા ગ્રુપ ને થતા તાત્કાલિક આવી પ્રવૃત્તિ ને બંદ કરાવવા અંબાજી પીઆઇ ને લેખિત મા જાણ કરાઈ હતી તેમ છતાં અંબાજીમાં ઠેર ઠેર ચાલતા દારૂના ઠેકા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે જ્યારે આકાશગંગા તેમજ ગણેશ ભુવન જોડે વધુ બે ઈંગ્લીશ દારૂના ઠેકા ચાલુ કરી દેવામાં આવ્યા છે તેને લઈ અંબાજી પીઆઇ સામે અનેકો સવાલો ઉભા થઇ રહ્યા છે જો આ બાબતે કાયમી નિકાલ નહીં આવે તો આવનારા સમય મા અંબાજીમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકા તેમજ વરલી મટકા જેવા જુગારધામ બંધ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain