ડીસામાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, પરિવારના 7 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા
ડિસાના માલગઢમાં એક જ પરિવારના સાત સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો.ઘટનાને પગલે તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ડીસાની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે અસરગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ જાણવી મળતી વિગતો મુજબ પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો. જીવન ટૂંકાવી નાખવા તરફ આવું ઘાતક પગલું કેમ ભર્યું તે મામલે હજું કોઇ કારણ સ્પષ્ટ થયું નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અસરગ્રસ્તોના નામ:નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ.(પિતા-ઉં.વ.32)જગલબેન.માલાભાઈ વાલ્મીકિ (દાદી).સેજલ નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉં.વ.1).સાગર નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.2).હિંમત નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.7)ધારિકા નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉં.વ.10).સચિનભાઈ નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.11)
Post a Comment