કચ્છ - મુદરા - તપાસ શરૂ થતા 6 પોલીસકર્મીઓ સિકલિવમાં મુન્દ્રા સોપારી પ્રકરણમાં પોલીસનો ‘યુરો’ થશે?

 કચ્છ - મુદરા - તપાસ શરૂ થતા 6 પોલીસકર્મીઓ સિકલિવમાં મુન્દ્રા સોપારી પ્રકરણમાં પોલીસનો ‘યુરો’ થશે?

મુન્દ્રાના બહુચર્ચિત સોપારી પ્રકરણમાં ‘વ્યવહાર’ થયો હોવાની આશંકાએ ગુજરાત પોલીસે હાથ ધરેલી ગુપ્ત તપાસમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓના પગ તળે રેલો આવતા અગાઉ ભુગર્ભમાં ઉતરી ગયા બાદ હવે સીક લીવમાં ઉતરી ગયા હોવાની વાત સુત્રોમાંથી જાણવા મળી છે. ડીઆરઆઇની બાતમી હોવાથી અને ખુદ રાજ્યના ગૃહમંત્રીની સીધી દેખરેખમાં શરૂ થયેલી આ તપાસથી કચ્છથી લઈ ગાંધીનગર સુધી પોલીસબેડામાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ પ્રકરણમાં તપાસ પૂર્ણ થયેથી છાંટા ઉડનાર પોલીસ કર્મીઓનો ચુરો થઈ જાય તો નવાઈ નહીં.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુન્દ્રા બંદરે ડ્યુટી ચોરી કરી સોપારીની આયાત કરાઈ હોવાની અને આ જથ્થો ત્રણ ટ્રકમાં ભરી અન્યત્ર મોકલવામાં આવતો હોવાની ફરિયાદના આધારે રેન્જ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરીને દોઢ કરોડની સોપારી કબ્જે કરવામાં આવી હતી. જે બાદ સામખીયાળી પાસેથી અન્ય એક ટ્રક કબ્જે કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં તપાસ યોગ્ય કરવામાં આવી ન હતી તેમજ પોલીસના બની બેઠેલા વહીવટદારોએ ફરિયાદની તપાસમાં સેટિંગ પાડી લીધું હતું.

મુન્દ્રા બંદરે આયાત થતી આ સોપારી હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે જો યોગ્ય તપાસ થાય તો મુખ્ય આયાતકાર પાસેથી કરોડો રૂપિયાની ડ્યુટીની રકમ વસુલ કરવાની થાય તેમજ અનેક પેઢીઓ સિઝ થાય તેવી સંભાવના હતી જેથી કાર્યવાહીથી બચવા માટે અમુક પોલીસ કર્મચારીઓએ વ્યવહાર કરી લીધો હોવાની ફરિયાદ છેક રાજ્ય પોલીસતંત્ર સુધી પહોંચી હતી. જેને લઈને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવતા સંડોવાયેલા 6 પોલીસ કર્મચારીઓ ભુગર્ભમાં ઉતરી ગયા અને ઓચિંતા સિકલીવ પર ઉતરી ગયા છે.

ચર્ચિત સોપારી પ્રકરણમાં તપાસ માટે ટીમ ભુજ પણ પહોંચી આવી હતી ત્યારે રેન્જના અમુક વહીવટદાર પોલીસકર્મીઓ મોબાઈલ સ્વીચઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. હાલ આ પ્રકરણથી પોલીસ બેડામાં ટૂંક સમયગાળામાં જ નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. તપાસ પૂર્ણ થતાં એક વરિષ્ઠ અધિકારીનો ભોગ લેવાઈ જાય અથવા તો સાઇડલાઈન થાય તેવી શકયતા જાણકાર સુત્રો દ્વારા વ્યક્ત કરાઇ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain