ગુજરાત સહિત 3 રાજ્યોમાં NIA એ પાડ્યા દરોડા,

ગુજરાત સહિત 3 રાજ્યોમાં NIA એ પાડ્યા દરોડા,

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડો ગઝવા-એ-હિંદ મોડ્યુલના સંબંધમાં થયો હતો. ગઝવા-એ-હિંદ મોડ્યુલ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું અને આ મોડ્યુલ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. NIAએ પટનામાં બે સ્થળો, દરભંગા, સુરત અને બરેલીમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડામાં મોબાઈલ ફોન, મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને દસ્તાવેજો જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. માસ્ટરમાઇન્ડ ગયા વર્ષે પકડાયો હતો

NIAએ ગયા વર્ષે આ કેસનો ખુલાસો કર્યો હતો. ગયા વર્ષે 14 જુલાઈના રોજ બિહાર પોલીસે મરગુબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિર નામના વ્યક્તિની બિહારના ફુલવારી શરીફથી ધરપકડ કરી હતી. આઠ દિવસ બાદ NIAએ કેસની તપાસ હાથ ધરી હતી. NIAએ જાન્યુઆરીમાં દાનિશ વિરુદ્ધ IPC અને UAPA એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain