પશ્ચિમ કચ્છ પોલીસ અને બોર્ડરવીંગના 250 કર્મચારીઓના હદયરોગની તપાસ

 પશ્ચિમ કચ્છ પોલીસ અને બોર્ડરવીંગના 250 કર્મચારીઓના હદયરોગની તપાસ

પશ્ચિમ કચ્છ પોલીસ અને બોર્ડરવીંગના જવાનો માટે કે. કે. પટેલ હોસ્પીટલમાં હદયરોગની તપાસ માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 વર્ષથી વધુની વયના 250 જેટલા કર્મચારીઓની યોગ્ય તપાસ બાદ સારવાર કરવામાં આવશે. પશ્ચિમ કચ્છ એસપી ડૉ. કરણરાજ વાઘેલાએ પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરી અંગત રસ દાખવી હદયરોગની તપાસ અને સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા એલઆઈબી પીઆઈ જે. વી. ધોળાએ જણાવ્યું કે આગામી રવિવારે સવારે 10 વાગ્યે કે. કે. પટેલ હોસ્પિટલ ખાતે હદયરોગ તપાસ અને સારવારનું આયોજન કરાયો છે.

નિષ્ણાંત તબીબ દ્વારા 50 વર્ષથી વધુની વયના 250 જેટલા પોલીસ અને બોર્ડરવીંગના કર્મચારીઓને એક કલાક માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેનું લેકચર આપવામાં આવશે. જેમાં તણાવના સમયે મનોસ્થિતિને કાબુમાં રાખવા અને તણાવ મુક્ત થવા બાબતે માહિતી આપવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓના હાર્ટનું સ્ક્રીનીંગ કરી તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જરૂરિયાત પડેતો રાહત દરે સારવાર આપવામાં આવશે. આ હદયરોગ કેમ્પમાં એસપી સહીત પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહશે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain