જૂનાગઢ ના વીરડીમાં 12 વર્ષ જૂની લવસ્ટોરી ને અંજામ સુધી પહોંચાડવા અરાઈ ઘાતકી હત્યા

 જૂનાગઢ ના વીરડીમાં 12 વર્ષ જૂની લવસ્ટોરી ને અંજામ સુધી પહોંચાડવા અરાઈ ઘાતકી હત્યા 

પતિને કેન્સર થતાં પત્નીએ અનૈતિક સંબંધો બાંધ્યા, પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા,

હત્યાને અકસ્માતમાં ખપાવવાના માસ્ટર પ્લાન નો પોલીસે કર્યો પર્દાફાશ 

લગ્નેતર સબંધોના કરુણ અંજામોના બનાવો અટકવાનું નામ નથી લેતા ત્યારે આવોજ એક કિસ્સો જૂનાગઢના માળિયા હાટીના ખાતેથી પ્રકાશમાં આવ્યો છે જેમાં પ્રેમાંધ બનેલી ધર્મ પત્ની એ પ્રેમીને પામવા પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યુ છે અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવા પત્ની અને પ્રેમીએ પ્લાન તો બનાવ્યો, પરંતુ ગુનેગારથી પોલીસ એક ડગલું આગળ હોય છે. એમ પોલીસે માત્ર ચાર દિવસમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યારી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વીરડી ગામે પુલ નીચેથી ચાર દિવસ અગાઉ એક 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેની નજીકથી એક બાઇક પણ મળી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો આ મૃતદેહ ગામના જ ભાવેશ પરમાર નામના યુવકનો હતો. મૃતદેહને પ્રથમ દૃષ્ટિએ જોતાં પોલીસને આ બનાવ અકસ્માતનો લાગ્યો હતો, કારણ કે બાઇક પુલ નીચે ખાબક્યું હોય એવું જ લાગતું હતું, પરંતુ જ્યારે પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ, કારણ કે પીએમ. રિપોર્ટમાં આ અકસ્માત નહીં, પણ હત્યાનો બનાવ હતો, પણ કેમ અને કોણ ? આ મોંઘેરો સવાલ પોલીસ ને સતાવતો હતો ભાવેશ પરમારની હત્યા કોણે કરી ? પોલીસને ઘણા કોયડા ઉકેલવા પડશે તેવું તપાસના પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું જોકે પોલીસે મૃતકની પત્નીના મોબાઇલમાંથી મળેલા એક ફોટોના આધારે માત્ર ચાર દિવસમાં આખા કોયડો ગણાતી આ હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો  

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર 40 વર્ષીય ભાવેશ પરમારે વર્ષ 2011માં સુધા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને પતિ-પત્ની પોતાના પરિવારમાં રાજીખુશીથી રહેતાં હતાં. આ દરમિયાન તેમને બે સંતાનો થયાં ભાવેશ પરમાર ખેતીની સાથે સાથે જમીનની લે-વેચનો વ્યવસાય પણ કરતો હતો. જોકે સમય જતાં ભાવેશ કેન્સરની બીમારીમાં સપડાયો.

ભાવેશને મોઢાનું કેન્સર થતાં તેણે ઓપરેશન પણ કરાવ્યું હતું. જોકે મોઢાના કેન્સરનું ઓપરેશન કરાવ્યું હોવાથી ભાવેશને બોલવામાં થોડી તકલીફ પડતી હતી જેનાં કારણે પત્નીને ભાવેશ સાથે અણગમો થયો હતો. આ દરમિયાન ભાવેશ પરમારે પોતાની આંબલગઢ આવેલી જમીનને વેચવા માટે વીરડી ગામથી નજીકના અમરાપુર ગામમાં રહેતા ભરત વાઢિયા નામની વ્યક્તિ સાથે સુધાની મુલાકાત કરાવી હતી.

જમીનના સોદાની વાતો કરતાં કરતાં સુધા અને ભરત પ્રેમમાં પડ્યાં

ભાવેશને બોલવામાં તકલીફ હોવાથી સુધા અને ભરત વાઢિયા જમીન વેચવા અંગે વાતચીત કરતાં હતાં. આ વાતચીત સમય જતાં પ્રેમમાં પરિણમી ને સુધા તથા ભરત એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયાં, પરંતુ આ પ્રેમમાં ભાવેશ ગમે ત્યારે આડખીલી બની શકે છે, એવો બંનેને ડર હતો, જેથી બંનેએ નક્કી કર્યું કે ભાવેશનો કાંટો કાઢી નાખવો

પ્રેમી ભરત અને ભાવેશની પત્ની સુધાએ ભાવેશનો કાંટો કાઢવાનું નક્કી કર્યા બાદ એક રાતે મોકો મળતાં જ ભરત અને સુધાએ ભાવેશ પરમારને માથામાં કુહાડીના હાથાના ઘા મારી ભરતની હત્યા કરી નાખી હત્યા તો કરી, પણ પકડાઇ જવાનો બંનેને ડર લાગ્યો, આથી હત્યાને અકસ્માતમાં ખપાવવા બંને માસ્ટર પ્લાન બનાવ્યો. પ્લાન બનાવ્યા પ્રમાણે ભરતે ભાવેશની લાશને બાઇક આગળ મૂકી અને વીરડીથી થોડે દૂર આવેલા પુલ પર પોતે ચાલુ બાઇકમાં ઊતરી ગયો અને ભરતની લાશ સાથે બાઇક પુલથી નીચે પડી,. જેથી આ હત્યા નહીં, પણ અકસ્માતનો જ કેસ લાગે.

આ બનાવની જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી તો પ્રથમ દૃષ્ટિએ અકસ્માતનો જ કેસ લાગતો હતો. જોકે પોલીસે મૃતદેહને માળિયા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો અને પીએમ રિપોર્ટમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી અને જેમાં પોલીસને મૃતક ભાવેશની પત્ની સુધા પર શંકા કેન્દ્રિત થઈ હતી 

પોલીસે સુધાને બોલાવીને કડક પૂછપરછ હાથ ધરતા તે ગલ્લાતલ્લા કરવા લાગી હતી ત્યારે પોલીસે તેનો મોબાઇલ ચેક કરતાં એક શંકાસ્પદ ફોટો મળ્યો, જેથી પોલીસે કડક પૂછપરછ કરતાં સુધા ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો.. અત્યારે પોલીસે મૃતકની પત્ની સુધા અને તેના પ્રેમી ભરતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain