ગાંધીનગરમાં આરોપીને સુવિધા આપતો કથિત વીડિયો વાયરલ થતાં PI અને PSO સસ્પેન્ડ

 ગાંધીનગરમાં આરોપીને સુવિધા આપતો કથિત વીડિયો વાયરલ થતાં PI અને PSO સસ્પેન્ડ

આજ રોજ ગાંધીનગરમાં આરોપીને સુવિધા આપતો કથિત વીડિયો વાયરલ થતાં PI અને PSO સસ્પેન્ડ ગુજરાતના પાટનગરમાં ખાખી અને આરોપીની મીલીભગત સામે આવી છે. હત્યાના પ્રયાસના ગુનામાં આવેલા આરોપીને લોકઅપની જગ્યાએ અન્ય રૂમમાં રાખવામાં આવ્યો હોવાનો એક કથિત વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. જેને લઈને ફરિયાદી દ્વારા આ મામલે ગાંધીનગર પોલીસ વડાને (SP Gandhinagar) રજૂઆત કરવામાં આવતા સેક્ટર 21 પોલીસ સ્ટેશનના (Sector 21 Police Station) પોલીસ ઈન્સપેક્ટર (PI)અને અન્ય પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે અંગે વકીલ જગદીશ દેસાઈ અને તેમના નજીકમાં રહેતા કસ્તુર મારવાડી(માલી)એ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વકીલ જગદીશ દેસાઈની ફરિયાદ અનુસાર, તેમના ઘર નજીક કસ્તુર મારવાડી મોટેથી ગાળો બોલી રહ્યા હતા. મોટેથી ગાળો બોલવાની ના પડતાં કસ્તુર મારવાડી ઉશ્કેરાઈ ગાયા હતા અને નજીકમાં રહેલો સિમેન્ટનો બ્લોક માથામાં મારી દીધો હતો. ઉપરાંત તેમના દીકરા આકાશ અને સંજય તેમજ તેમનો ભાઈ તુલસી માળી તલવાર અને પાઈપો લઈને આવી ગયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain