પૂર્વ, કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા ONE NATION ONE CHALLAN SYSTEM થી ઇ-ચલણ આપવાની શરુઆત કરવામાં આવેલ છે.

 પૂર્વ, કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા ONE NATION ONE CHALLAN SYSTEM થી ઇ-ચલણ આપવાની શરુઆત કરવામાં આવેલ છે.

ગુજરાત રાજયના દરેક મુખ્ય શહેરો, યાત્રાધામો અને Statue of Unity, કેવડીયા કોલોની ખાતે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. જેમાં પૂર્વ, કચ્છ-ગાંધીધામ જીલ્લાના ગાંધીધામ-આદિપુર શહેર ખાતે ૪૦ લોકેશનો ઉપર ૨૭૫ કેમેરા આ પ્રોજેકટ હેઠળ લગાવવામાં આવેલ છે. જેના આધારે ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા આ સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફીકનું મોનીટરીંગ કરી ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર લોકોને ઇ-ચલણ (ઇ-મેમો) આપવામાં આવી રહેલ છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તમામ જીલ્લાઓમાં ONE NATION ONE CHALLAN (ONOC) SYSTEM અમલમાં મૂકવામાં આવેલ છે. જેથી VISWAS પ્રોજેકટ અંતર્ગત સ્થાપિત કેમેરાની મદદથી ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ આપવામાં આવતા ઇ ચલણને ONE NATION ONE CHALLAN (ONOC) SYSTEM સાથે INTEGRATE કરી છ ચલણ આપવાની કામગીરી તા. ૧૩/૦૬/૨૦૨૩ થી ગાંધીધામમાં શરુ કરવામાં આવેલ છે. જેથી જો આપને પૂર્વ, કચ્છ-ગાંધીધામ પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમ ભંગ બદલ ઇ-ચલણ (ઇ-મેમો) તા. ૧૩/૦૬/૨૦૨૩ બાદથી મળેલ છે તો તેમાં નીચે મુજબની કાર્યવાહી થનાર છે.

- ટ્રાફીક નિયમના ભંગ બદલ આપને ONE NATION ONE CHALLAN (ONOC) SYSTEM થી ઇ-ચલણ મળેલ છે કે કેમ તે https://echallan.parivahan.gov.in પરથી ચેક કરી શકાશે.

> ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇ-રાલણ જનરેટ થયેથી વાહન માલિકને તેમના રજીસ્ટર થયેલ મોબાઇલ પર SMS થી જાણ થશે. જે ઇ-ચલણની ૨કમ ૯૦ દિવસ સુધીમાં ભરપાઇ કરવાની રહેશે.

- ટ્રાફીક નિયમના ભંગ બદલ મળેલ ઇ ચલણના દંડના નાણાં વાહન માલિક ઓનલાઇન કે ઓફલાઇન ભરી શકાશે. - ઓનલાઇન https://echallan.parivahan.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીગ/ ડેબીટ કાર્ડ/ ક્રેડીટ કાર્ડ/ UPI) વિગેરેથી ભરી શકાશ

- કોઇ વાહન માલીક ઓફલાઇન પેમેન્ટ કરવા માંગતા હોય તો તેઓ નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી, ડીસી-૫, ડો. રવિન્દ્રનાથ ટાગોર રોડ, આદિપુર ખાતે રુબરુમાં આવી રોકડમાં ઇ-ચલણની રકમ ભરી શકશે.

> વાહન માલીકને ઇસ્યુ કરવામાં આવેલ ઇ-ચલણની રકમ જો ૯૦ દિવસની અંદર ભરવામાં નહી આવે તો તે ઇ-ચલણ આપમેળે વર્ચયુઅલ કોર્ટ (Virtual Court) માં મોકલાઇ જશે અને ત્યારબાદ આ ઇ-ચલણની આગળની તમામ કાર્યવાહી Virtual Court દ્વારા કરવામાં આવશે.

- જો ઇ-ચલણની બાકી રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો RTO કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશન કે માલીકી હકક ટ્રાન્સફર કરવાની તેમજ અન્ય કોઇપણ પ્રકારની કામગીરી થઇ શકશે નહીં.

નોધઃ ઇ-ચલણ બાબતે આપને કોઇ પ્રશ્ન હોય તો Phone No. 02836-280380 તેમજ Email : ccc-kutcheast@gujarat.gov.in પર સંપર્ક કરવો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain