વડોદરાની બે કેમિકલ કંપનીઓમાંથી ITએ 30 કરોડ રોકડ-જ્વેલરી સીઝ કરી

 વડોદરાની બે કેમિકલ કંપનીઓમાંથી ITએ 30 કરોડ રોકડ-જ્વેલરી સીઝ કરી

વડોદરામાં બે કેમિકલ કંપની, ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન 30 કરોડ ઉપરાંતની રોકડ અને જ્વેલરી અને 40 જેટલા બેંક લોકરો સીઝ કરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ દિવસ પહેલાં દરોડા પડ્યા હતા નોંધનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા બે દિવસ પહેલાં શહેરની પ્રકાશ કેમિકલ અને કચ્છ કેમિકલ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવક વેરા વિભાગે શહેરના ગોરવા, ગોત્રી હરીનગર પાણીની ટાંકી પાસે આવેલી કેમિકલ કંપનીની ઓફિસો, ગોરવા બી. આઇ. ડી. સી., પાનોલી જી. આઇ. ડી. સી. માં તેમજ નંદેશરી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમોઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવક વેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા.

બિન હિસાબી કાળું નાણું મળી આવ્યું આવકવેરા વિભાગે સ્થાનિક પોલીસ તંત્રની મદદ લઇને દરોડાની કામગીરી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે. તે સાથે આવક વેરા વિભાગની ટીમો દ્વારાકંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આવક વેરા વિભાગે 30 કરોડ રોકડ-જ્વેલરી સીઝ કરી હતી. ઉપરાંત 40 જેટલા બેંક લોકરો સીઝ કર્યા હતા. આ બેંક લોકરો તબક્કાવાર ખોલીને તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain