ISKPના આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા

 ISKPના આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા

ગુજરાત એટીએસની ટીમે પોરબંદરમાં ISKP સંગઠન સાથે જોડાયેલા એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન ઘડ્યો હતો તેવું પૂછપરછમાં જણાવ્યું છે. સુમેરાબાનુની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી.

ગુજરાત એટીએસની ટીમે હાલમાં જ પોરબંદર અને સુરતમાંથી ISKP સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી

ત્યારે તેઓના 13 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ મુખ્ય આરોપી સાથે મળીને 26/11 ની જેમ આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે સુરતથી ઝડપાયેલી સુમેરાબાનુએ પૂછપરછ દરમિયાન મોટા ઘટસ્ફોટ કર્યા છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

આ સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમે મૂળ કાશ્મીરના અને પોરબંદરમાં રહેતા ઉબેદ નાસીર મીર, હનાન હયાત સોલ, મહમદ હાજીમશાહ અને સુમેરાબાનું મહમદ હનીફ મલેકની ધરપકડ કરી હતી. જેમાં સુરતમાંથી ઝડપાયેલી સુમેરાબાનુની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી. તે માટે રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોઈ રહી હતી. ધોરણ 12 સુધી ભણેલી સુમેરાબાનુના લગ્ન દક્ષિણ ભારતમાં થયા પછી તેણે સાસરીમાં અંગ્રેજી બોલવાનું શીખ્યું હતું. તેના પતિ સાથે મનમેળ ન થતા બે બાળકો સાથે સુરત રહેવા આવી ગઈ હતી. કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તે કોર્ટમાં પોતાના કેસની સુનવણી સમયે જઈને ત્યાંના સુરક્ષા વ્યવસ્થાથી લઈને જજ અને વકીલોની અવરજવરને પણ રેકી કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain