ISKP કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી,
થોડા દિવસ અગાઉ ગુજરાત ATSની ટીમે પોરબંદર રેલ્વે સ્ટેશનથી શ્રીનગરના 4 આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો દરિયાઈ માર્ગેથી ઈરાન થઇ અફઘાનિસ્તાન જવાની વેતરણમાં હતા. પરંતુ તેઓ અફઘાનિસ્તાન પહોંચે તે પહેલા જ પોરબંદરથી ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં તમામને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ કેસમાં પકડાયેલ ચાર આતંકીઓમાંથી એક મહિલા આરોપી સુમેરા બાનુની પોલીસ સઘન તપાસ કરી રહી છે. આરોપી સુમેરા બાનુના ઘરની તપાસ કરવામાં આવી છે. સુરતના સૈયદપુરામાં સુમેરા બાનુનું ઘર આવેલું છે.
સુમેરા બાનુનું સુરત કનેક્શન બહાર આવતા ગુજરાત ATS દ્વારા સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે સાથે સાથે ગુજરાત ATSની ટીમ પણ સુરત પહોંચી છે અને સુમેરા બાનુના ઘરે તપાસ હાથ ધરી છે. કુખ્યાત આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલા આરોપી સુમેરા બાનું ATS સાથે સુરત લાવવામાં આવી છે. તેના ઘરે પહોંચીને તેના માતા-પિતાની હાજરીમાં જ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તો આ કેસમાં ગુજરાત ATS દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી છે. મહતવનું છે કે આરોપી સુમેરા પહેલાં અન્ય ત્રણ એમ કુલ ચાર શખ્સો સાથે દરિયાઈ માર્ગે ઈરાન થઇ અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતી.
Post a Comment