રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા જરૂરી દસ્તાવેજો ભરેલ પડી ગયેલ બેગ તેના માલિકને પરત અપાવતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
મે.પોલીસ મહાની૨ીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ- -કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ- કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસપ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી-કાર્યો કરવા સુચના આપેલ હોય અને ગઈ કાલ તા.૨૩/૦૬/૨૦૨૩ ના અ૨જદા૨ સુરજસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૨ રહે.પ્લોટ નં.૦૬ મ.નં.૫ વોર્ડ.૦૪/એ/એફ આદિપુર નાઓએ પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે તેઓની કાળા કલરની બેગ જેમા રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦/- તથા આધારકાર્ડ,પાનકાર્ડ,ચેકબુક તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન કલેકટર રોડ ઉપર ક્યાક રૂપીયા તથા દસ્તાવેજો ભરેલ બેગ પડી ગયેલ છે તેવી જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી.દેસાઇ નાઓએ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને સદર બેગ અંગે તપાસ કરી/કરાવવા સુચના આપતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોએ સદર રોકડ રકમ ભરેલ બેગને કલેક્ટર રોડ ઉપરથી જ શોધી કાઢી રોકડા રૂપીયા ભરેલ બેગના માલિક સુરજસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા નાઓએ પોલીસ સ્ટેશન બોલાવી તેઓની રોકડા રૂપીયા તથા જરૂરી દસ્તાવેજો ભરેલ બેગ પરત આપવામા આવેલ છે
Post a Comment