કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જુના અને નવા કંડલા માંથી બળજબરીપૂર્વક લારીગલ્લાને હટાવવા બાબતે ડીપીએ ચેરમેનને રજૂઆત કરાઈ.

 કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જુના અને નવા કંડલા માંથી બળજબરીપૂર્વક લારીગલ્લાને હટાવવા બાબતે ડીપીએ ચેરમેનને રજૂઆત કરાઈ.                                     

કચ્છી કોંગ્રેસ કમિટીના એસ.સી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભરતભાઈ સોલંકી દ્વારા જુના અને નવા કંડલામાં બળજબરી પૂર્વક હટાવાતા લારીગલ્લા મુદ્દે તથા નાના ધંધાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાના મુદ્દે ડીપીએ ચેરમેનને રજૂઆત કરાઈ. રજૂઆતમાં જણાવ્યા મુજબ કહેવામાં આવ્યું કે, 28/02/2023 નાં પાઠવેલા પત્ર અનુસંધાને ઉપરોક્ત વિષય અનુસંધાને અમો આપને રૂબરૂ મળી અને સાચો હકિકત સમજાવેલ છે અમો આ વિષય માટે કંડલા મરીન પોલીસ , પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છને પણ રૂબરૂ મળી અને આ લારી ગલ્લાવાળા નાના વેપારીઓની વ્યથા  રજૂ કરેલ છે. 

ગયા એક અઠવાડિયાથી આ નાના ધંધાર્થીઓની વિવિધ સમસ્યાઓ જેવી કે પોર્ટ પ્રશાસન, પોલીસ પ્રશાસન દ્રારા તેમને બળજબરી પુર્વક હટાવવા માટે આગ્રહ રાખવામા આવે છે. અગાઉ જણાવ્યા મુજબ આ નાના ધંધાર્થીઓ કે જે રોજનું કમાઈ ને ખાય છે અને પોર્ટ વિસ્તારમાં મજુર વર્ગ, ડ્રાઈવર જેવા અનેક નાના નાના લોકો ને આ લોકો ચાય, નાસ્તા જેવી સુવિધાઓ પુરી પાડે છે અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે, તથા આ લોકો જ્યારથી પોર્ટની સ્થાપના થઈ છે ત્યારથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, કાયદો વ્યવસ્થાનું બહાનું આપીને પોર્ટ પ્રશાસન દ્વારા આ લોકો ને યેન કેન પ્રમાણે હટાવવા માટે આગ્રહ રાખવામા આવે છે.

ધંધાર્થીઓના જણાવ્યા મુજબ કેટલાક પોર્ટના કર્મચારીઓ દ્વારા તેમની પાસે થી ધંધો કરવા માટે હપ્તાની માંગણી પણ કરવામાં આવેલ છે, જો આવી માંગણી ન સંતોષાય તો તેમનાં ધંધાના સ્થળ પર બુલ ડોઝર ફેરવવાની ધમકી આપવામાં આવેલ છે. કાયદા વ્યવસ્થા ની આડમાં આવા નાના ધંધાર્થીઓ ને હેરાન કરવામાં આવે છે. જો કોઈ પણ ખોટા ધંધા સાથે સંકળાયેલા તેમને નસીહત આપવી યોગ્ય છે પરંતુ કોઈ એકલ દોકલ આવા અસમાજિક તત્વો માટે બધા ને હેરાન કરવા કેટલા અંશે વ્યાજબી છે તે એક પ્રશ્ન છે. વધુમાં કહેવામાં આવ્યું કે

ઉપરોક્ત રજુઆત અનુસાર આ ધંધાર્થીઓને તેમના ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે અને તે માટે તેમની પાસેથી આંશિક ભાડું વસૂલીને તેમને આઈ કાર્ડ આપવામાં આવે અને માનવતા દાખવવામાં આવે જેથી તેમનું ગુજરાન ચાલી શકે અને સમાજમાં માનભર્યું જીવન જીવી શકે. ઉપરોક્ત રજુઆત ને ખુબ જ ગંભીર ગણી ને યોગ્ય દિશા માં કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજી છે.

આ સમગ્ર રજૂઆત આપવા દરમિયાન ભરતભાઈ સોલંકી, સંજયભાઈ ગાંધી, ચેતનભાઇ જોશી, કાસમભાઈ ત્રાયા, હકુભા જાડેજા, નિતેશ લાલન, ભરતભાઈ ગુપ્તા, બાબુભાઇ આહીર, અનવરભાઈ પઠાણ, રાધાબેન ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ, બિન્દુબેન યાદવ,બળવંતસિંહ ઝાલા, સાલેમામદ ચેલા, મામદ સાયચા, માંલશીભાઈ પરમાર,  દેવેન્દ્રસિંહ ઝાલા, ધનરાજ ખાલસા, રામજીભાઈ મુછડીયા, જીતુભા, અભલા ડાડા ચેલા, ગુલામે મુસ્તફા, અશોકભાઈ સીંધી, અલ્તાફ બાપડા, હનીફભાઈ, હીરાભાઈ ડાંગર, અશ્વિન ગુરબાની, રાજુ ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.                

0/Post a Comment/Comments

Stay Conneted

Domain