જૂનાગઢ મજેવડી દરવાજા પોલીસ સાથે ઘર્ષણના મામલે આરોપીઓ પર ગાળિયો કસતી પોલીસ

 જૂનાગઢ મજેવડી દરવાજા પોલીસ સાથે ઘર્ષણના મામલે આરોપીઓ પર ગાળિયો કસતી પોલીસ 

હવે તોફાન મચાવી સરકારી મિલ્કતોને નુકસાન પહોચાડી છટકી જવું શક્ય નથી આરોપીઓને ધોળે દિવસે તારા દેખાળતી જૂનાગઢ પોલીસ 

હત્યા,હત્યાની કોશિષ,રાયોટીંગ,સરકારી મિલ્કતોને નુકસાન પહોચાડવું, સહિત થોકબંધ ગુન્હા નોંધતી પોલીસ 

જૂનાગઢ મજેવડી દરવાજા નજીક પોલીસ પર હિચકારો હુમલો કરવાનાં મામલે પોલીસે શરૂઆતથી એક્શન મોડમાં આવી આ મામલે દાખલા રૂપ કામગીરી હાથ ધરી છે બનાવના સ્થળેથી લઈ શહેરના ખુણે ખુણે થી બનાવમાં સામેલ આરોપીઓની ઓળખ કરી જેલ ભેગા કર્યા છે શાંતિ પ્રિય નાગરિકો પોલીસની આ કામગીરી ની સરાહના કરી આને દાખલા રૂપ કામગીરી ગણાવી રહ્યા છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના “એ” ડીવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ ગુન્હામાં પોલીસ દ્વારા આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૩૩૨, ૩૩૩, ૩૫૩, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૫૧, ૧૫૨, ૩૪૧, ૪૨૭, ૪૩૫, ૪૪૦, ૩૪, ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પ્રબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ ની કલમ ૩,૪ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની તપાસ પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ને સોપવામાં આવતા આ બનાવ સ્થળનુ પંચનામુ કરવામાં આવેલ છે. તેમજ જે વાહનોમાં નુકશાની થયેલ હતી. તે તથા નુકશાની પામેલ પી.જી.વી.સી.એલ.ની બોલેરો ગાડી તથા એસ.ટી. બસમાં નુકશાની થયેલ હોય. તે વાહનોના પંચનામા કરતા કુલ રૂ.૮,૫૯,૫૦૦.ની નુકશાની થયેલ હોવાનુ જણાઇ આવેલ. તેમજ આ બનાવ સ્થળેથી તથા આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકત્રીત કરવામાં આવેલ છે. તેમજ બનાવ સ્થળેથી મળી આવેલ ૮૧,મોટરસાયકલ તેમજ ૧ રીક્ષા કબ્જે લેવામાં આવેલ છે. તેમજ આરોપીઓના મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવેલ આ કામે તપાસ દરમ્યાન કુલ – ૭૧ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો – ૫ ને હસ્તગત કરવામાં આવેલ છે. આ કામે ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી આસીફ યુસુફ બ્લોચ મકરાણી રહે.જુનાગઢ તથા આરોપી રઇશ રહીમભાઇ જુણેજા મજુરી રહે.જુનાગઢ વાળાઓ તા.૨૪/૦૬/૨૦૨૩ ના ક.૧૫/૦૦ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર છે. જે ગુન્હાની વધુ તપાસ હાલ ચાલુ છે

પોલીસે શરૂઆતથી એક્શન મોડમાં આવી આ મામલે દાખલા રૂપ કામગીરી હાથ ધરી છે બનાવના સ્થળેથી લઈ શહેરના ખુણે ખુણે થી બનાવમાં સામેલ આરોપીઓની ઓળખ કરી જેલ ભેગા કર્યા છે જેનાં કારણે આ ઘટનામાં સામેલ આરોપીઓથી લઈને તેની આજુ બાજુ રહેનારાઓ માં પણ પોલીસે ધોળે દિવસે તારા મંડળના દર્શન કરાવી દિધા છે જાણકાર સુત્રો જણાવી રહ્યા છે કે પોલીસ કાર્યવાહી નજરે નિહાળનારા તેમજ આરોપીઓમાં એક તબક્કે કંપારી છૂટી જવા પામી હતી - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain