ભચાઉ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓ માટેની લિફ્ટનો યુવાનો દ્વારા રીલ્સ માટે દુરોપયોગ
ભચાઉના રેલ્વે સ્ટેશનમાં લાગેલી સાર્વજનિક લિફ્ટનો ઉપયોગ હાલ યુવાનો રીલ્સ બનાવવા કરી રહ્યા છે! દુરોપયોગનું પ્રમાણ વધતા લિફ્ટ વારંવાર બંધ થઇ રહી છે. જૈન ઓસ્વાલ સમાજના આર્થિક સહયોગથી લગાવવામાં આવેલી લિફ્ટ વૃદ્ધ અને દિવ્યાંગ લોકો માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ તોફાની યુવાનો દ્વારા તેનો ગેરઉપયોગ થતાં ઉદ્ઘાટન બાદ 3 થી 4 વખત ખરાબ કરાઈ હતી.
ભચાઉ શહેરના રેલ્વે સ્ટેશન પર વિશા ઓસવાલ જૈન સમાજ દ્વારા વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકોને ઉપયોગી થઈ શકે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચ દ્વારા બે લિફ્ટ મૂકવામાં આવેલી છે. આ શહેરની પહેલી સાર્વજનિક જગ્યા ઉપર મુકાયેલી લિફ્ટ છે. માટે તેનો ઉપયોગ હાલ ગેરઉપયોગમાં ફેરવાઈ રહ્યો છે.
જેને લઈને તે ત્રણથી ચાર વખત ખરાબ થયા બાદ રેલવે તંત્ર દ્વારા તેને રીપેરીંગ કરી અને ચાલુ પણ કરવામાં આવી છે. રેલવેની સંપત્તિનો આવી રીતે દુરોપયોગ કરતા તોફાની તત્વોને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી લાગી રહ્યું છે. રેલવે સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે લિફ્ટની મરંમત કરી દેવાઇ છે. હાલ ચાલુમાં છે. યુવાનો દ્વારા રીલ્સ બનાવવા અંગે તેઓએ કઇ કહેવાનું ટાળ્યું હતું.
Post a Comment