શ્રી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંકડા અધિકારી .વિસ્તરણ અધિકારી નો સન્માન સમારોહ તથા તાલુકાના પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું.
રાપર મુકામે રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયના પ્રાંગણમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવીને હાલમાં જ નિવૃત્ત થઈ રહેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ રબારી તાલુકા પંચાયત કચેરી ના આંકડા અધિકારી ડાયાલાલ ચાવડા વિસ્તરણ અધિકારી બી.પી.ગુંસાઈ અને શિક્ષક મનજીભાઈ ચાવડા નો વય મર્યાદા નિવૃત્તિ વિદાય કાર્યક્રમ તથા સાથે સાથે તાલુકાના પ્રતિભાશાળી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા ,કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહજી જાડેજા મામલતદાર કે.આર. ચૌધરી સ તથા ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મોઢેરા તથા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના મહામંત્રી કેરણા ભાઈ આહીર અશોક પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના કાર્યક્રમમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લોક સાહિત્યકાર અને નિવૃત્ત શિક્ષક એવા મોરારદાન ગઢવી નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષક સંઘના સૂર્યશંકર ગોર રાપર તાલુકા પંચાયતના આંકડા અધિકારી ડાયાલાલ ચાવડા તથા વિસ્તરણ અધિકારી બાબુગીરી ગોસ્વામી તથા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીના પૂર્વ પ્રમુખ મનજીભાઇ ચાવડા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો વિજય ચૌધરી,હીનાબેન પટેલ,બળદેવજી ઠાકોર તથા હરેશ હેલોતનું સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં રાપર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી પચાસેક જેટલા પ્રતિભાશાળી બાળકોનું રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને વાગડ શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હમીરજી સોઢા તથા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી એ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની તથા વાગડ શિક્ષણ સમિતિની કામગીરીને બિરદાવી હતી તથા સન્માન પામેલા બાળકોને શુભેચ્છાઓ આપી હતી
આજના આ કાર્યક્રમમાં નિવૃત્ત થઈ રહેલા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી ને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા તમામ ગ્રુપ શાળાઓ દ્વારા તથા સી આર સી ટીમ દ્વારા અને વ્યક્તિગત શિક્ષકો દ્વારા મોમેંન્ટો,હાર અને સાલ દ્વારા જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી,કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા લોક સાહિત્યકાર મેક્સ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ શ સૂર્યશંકર ગોરે કરી હતી.
Post a Comment