રાપર મા નવમા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

 રાપર મા નવમા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી


રાપર સમગ્ર વિશ્વ મા યોગ ગુરુ તરીકે ઉભરી આવેલ ભારતીય યોગ ને સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે ત્યારે આજે નવમા યોગ દિવસ ની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી તે અન્વયે આજે વહેલી સવારે રાપર શહેર મા મા પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઠાકોર સમાજવાડી ખાતે રાપર તાલુકા ના વહિવટી તંત્ર દ્વારા રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી ના અધ્યક્ષ સ્થાને.. રાપર સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે રાપર નગરપાલિકા  અને સરસ્વતી કન્યા વિદ્યાલય દ્વારા રાપર પોલીસ મથકે પીઆઇ વી. કે ગઢવી ના માર્ગદર્શન હેઠળ રાપર પીએસઆઇ જી બી માજીરાણા ના વડપણ હેઠળ તથા રાપર તાલુકા ની લગભગ તમામ શાળાઓ અને કચેરીમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી રાપર સરસ્વતી કન્યા કેળવણી ખાતે યોગ કોચ મહેશ ભાઈ સોલંકી ચીફ ઓફિસર નવઘણભાઈ કડ મહેશ સુથાર દિનેશ સોલંકી સરસ્વતી કન્યા વિદ્યાલય ના શાળા સ્ટાફ તથા વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી યોગ ના પાઠ શીખ્યા હતા  રાપર પોલીસ મથક ખાતે તમામ પોલીસ કર્મચારીઓ અને ઠાકોર સમાજવાડી ખાતે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા





0/Post a Comment/Comments

Stay Conneted

Domain