સુરજબારી ના માછીમારો અને ગ્રામજનો ની મુલાકાત લઈ સુચના આપતા જિલ્લા પોલીસ વડા

 સુરજબારી ના માછીમારો અને ગ્રામજનો ની મુલાકાત લઈ સુચના આપતા જિલ્લા પોલીસ વડા

રાપર કચ્છ પર બિપરજોય વાવાઝોડા ની દસ્તક આવવા ની છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા મા કોઈ ખાનાખરાબી ના સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા મા આવી રહ્યા છે ત્યારે કચ્છ ના પ્રવેશદ્વાર સુરજબારી કે જે કંડલા ખાડી વિસ્તાર મા આવેલ છે તેવા સુરજબારી ગામે રહેતા માછીમારો અને ગામલોકો સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચના આપી હતી જેમાં સરપંચ અને ગામલોકો ને જણાવ્યું હતું કે કાચા મકાનો મા રહેતા લોકો ને પાકા મકાનો મા ખસેડવા. સેલટર હોમ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવી નાનાં બાળકો માટે દુધ તથા પોષણ યુક્ત આહાર ની વ્યવસ્થા કરવી આરોગ્ય સુવિધા સુરજબારી નજીક આવેલ દરીયાઇ ખાડી મા ના જવુ તેમજ વરસાદ અને પવન  ફૂંકાય તો સુરક્ષિત સ્થળે જતા રહેવાનું તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી સહિત ના મુદા અંગે ચર્ચા કરી હતી આ સમયે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા સામખિયાળી પીએસઆઇ વાય કે ગોહિલ પીએસઆઇ એસ વી ડાંગર હરપાલસિંહ રાણા દુર્ગાદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
0/Post a Comment/Comments

Stay Conneted

Domain