પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા ખાતે યુવતી સંમેલનન યોજાયું..
પાટણમાં જંગી સંખ્યામાં લોકો ભાજપના કાર્યક્રમ માં ઉમટી પડતાં વિરોધીઓમા સન્નાટો છવાયો
ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો માં ભારે ઉત્સાહ
PMના નવ વર્ષના સુશાસનની ગાથા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન ગુજરાતના દરેક જિલ્લા મહાનગર સુધી પહોંચાડીં રહ્યાં છે..
પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પાટણ ખાતે ડૉ. દિપીકાબેન સરડવાજીના અધ્યક્ષ સ્થાને અને પ્રભારી હિરલ બહેન દેસાઈ ની ઉપસ્થિતિમાં યુવતિ સંમેલન યોજાયું..
ભાજપની સરકાર લવ જેહાદ, ત્રિપલ તલ્લાક જેવા કાયદા અભયમ,૧૦૮ જેવી સેવાઓના કારણે દેશમાં મહિલાઓ સુરક્ષિત અને સશક્ત થઈ છે - ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરાચના અધ્યક્ષ ડૉ દિપીકા સરડવાજી
ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી વડાપ્રધાન મોદીના નવ વર્ષના સુશાસનની વિકાસ ગાથા અને પ્રજાના હિતલક્ષી મહિલા સશક્તિકરણ સહિતની અનેક યોજનાઓના લાભ ગુજરાતની પ્રત્યેક મહિલાને મળે તે માટે ગુજરાતના ગામડે ગામડામાં ઘર ઘર અને જન જન સુધી સતત પહોંચી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પાટણ ખાતે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી , પાટણ જિલ્લા પ્રભારી હિરલ બહેન દેસાઈ, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી, મહિલા પ્રમુખ સુષ્મા બહેન, પ્રદેશ મંત્રી જયશ્રી બહેન, પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલ બહેન દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બહેન, મધુ બેન, યોગીની બહેન, હેતલ બહેન, સુશીલા બહેન ની ઉપસ્થિતિમાં નવી મતદાતા યુવતી સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે ડો.દિપીકાબેન સરડવાએ સરકારની મહિલા લક્ષી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર લવ જેહાદ, ત્રિપલ તલ્લાક જેવા કાયદા અભયમ,૧૦૮જેવી સેવાઓના કારણે દેશમાં મહિલાઓ સુરક્ષિત અને સશક્ત થઈ છે. સરકારની ૮૯૧ યોજનાઓ માંથી ૧૭૮ મહિલાલક્ષી યોજનાઓ છે. મુદ્રા યોજના જેવી યોજનાઓના કારણે મહિલા ઉદ્યોગ સાહસિક બની પોતાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કરતી થઈ. આવાસ યોજનાના કારણે પરિવાર હવે ઘરની લક્ષ્મી મહિલાના નામે ઘર લેતા થયા મહિલાઓને પોતાના નામનું ઘર મળ્યું.આમ યોજનાઓ થકી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વહીવટ, પ્રશાસનમાં મહિલાઓની ભાગીદારી વધી છે. રમત-ગમતમાં નામના મેળવી છે. જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
વધુમાં તેઓએ શાળા આરોગ્ય તપાસણીથી શરૂ કરીને બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના,વ્હાલીદિકરી યોજના, વિદ્યાર્થીની દીકરીઓને વિનામૂલ્યે એસટી બસ પાસ, મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ યોજના, સગર્ભા મહિલાઓને પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારી 26 અઠવાડિયા કરી, સખી મંડળ, મુદ્રા લોન યોજના જેવી યોજનાઓથી મહિલાઓને પગભર કરાઈ, ઉજજવલા યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજીએ જણાવ્યું હતું.
મહત્વનું છે ભાજપ દ્વારા શરુ કરાયેલા જનસંપર્ક અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતના ગામડે ગામડા અને શહેરોમાં ભાજપના નવ વર્ષના સુંદર શાસનની વણથંભી વણઝારને થંભ્યાં વિના સતત આ વિકાસ ગાથા અને પ્રજાલક્ષી યોજનાઓની ગાથાથી સૌ વંચિત થાય તેનો લાભ મળે અને ભાજપના ગૌરવવંતા આ નવ વર્ષના શાસનમાં દેશહિતમાં લેવાયેલા અનેક અભૂતપૂર્વ નિર્ણયોની ગાથાથી રાજ્યની તમામ મહિલાઓને માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે ડો. દિપીકાબાેન સરડવાજી.
આ પ્રસંગે પ્રભારી હિરલ બહેન દેસાઈ, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી, મહિલા પ્રમુખ સુષ્મા બહેન પ્રદેશ મંત્રી જયશ્રી બહેન, રાજુલ બહેન દેસાઈ, ભાનુમતી બહેન, મધુ બહેન, યોગીની બહેન, હેતલ બહેન, સુશિલા બહેન અને પાટણ જિલ્લા મહિલા મોરચા ની ટીમ સાથે મોટી સંખ્યામાં નવી મતદાતા યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ શાસનમાં દિકરીઓ અત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે - ડો. દિપીકાબેન સરડવાજી
પાટણ ખાતે યોજાયેલા ભાજપના યુવતિ સંમેલનમાં ધ કેરાલા ફિલ્મ નિહાળી
વડનગર ના વતની અને પાટણ જિલ્લાના પ્રભારી હિરલબેન પરેશભાઈ દેશાઇ એ કુનેહપૂર્વક સંગઠનની પકડ વધારી મહિલા ઓને પાર્ટી નો પ્રોગ્રામ ને સફળ બનાવવા માગદશૅન આપ્યું
વડાપ્રધાન મોદીના નવ વર્ષના સુંદર શાસનનો અંતર્ગત સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા દ્વારા વિકાસ અને પ્રજાલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કરાઇ રહ્યાં છે. ત્યારે પાટણ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા યુવતિ સંમેલનમાં ધ કેરાલા ફિલ્મ બતાવવામાં આવી હતી. ધ કેરાલા ફિલ્મમાં કઇ રીતે હિન્દું યુવતિઓને ફસાવવા માટે જાળ બિછાવવામાં આવે છે અને હિન્દુ યુવતિઓને ખોટા નામો થકી જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવાનો જે કારસો રચવામાં આવે છે તે આ ધ કેરાલા ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે પાટણ ખાતે ઉપસ્થિતિ તમામ ભાજપની મહિલા કાર્યકરો આગેવાનો સહિત તમામે ધ કેરાલ ફિલ્મ નિહાળી હતી.
પાટણની પ્રખ્યાત મોરલી ટી સ્ટોલમાં ચાય પે ચર્ચા કરી પાટણ ખાતે યોજાયેલા ભાજપ મહિલા મોરચાના યુવતિ સંમેલન દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાજી, મહિલા મોરચાના પાટણ જિલ્લા પ્રભારી હિરલબેન દેસાઇ, મહિલા મોરચાના પાટણ જિલ્લા પ્રમુખ શુસ્માબેન રાવલ સહિત સંપૂર્ણ મહિલા મોરચાએ પાટણ ખાતે આવેલી ખ્યાતનામ મોરલી ટી સ્ટોલમાં ચાની ચૂસ્કી સાથે ચાય પે ચર્ચા કરી હતી - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment